FD Interest Rate: આ 6 બેંક અલગ અલગ ટાઈમ પિરિયડ માટે આપી રહી છે સૌથી વધુ વ્યાજ – જાણો સંપૂર્ણ માહિતી

FD Interest Rate: ઘણા લોકો ફિક્સ ડિપોઝીટ (FD) માં રોકાણ કરવાનું પસંદ કરતા હોય છે, ત્યારે સામાન્ય રીતે લોકો અલગ અલગ બેંક ના વ્યાજદરોનું કમ્પેરીઝન કરતા હોય છે જેથી તેમને વધુ રિટર્ન મળી શકે. સામાન્ય રીતે એવું હોય છે કે બેંક લાંબા ગાળાની FD પર વધુ ઇન્ટરેસ્ટ રેટ આપતી હોય છે જ્યારે ટૂંકા ગાળાની FD પર ઓછું વ્યાજ આપતી હોય છે.

જો Fixed Deposit પર મળતા વ્યાજ દરમાં 50 બેઝિક પોઇન્ટનો પણ ફેરફાર થાય તો લાંબા ગાળે તે ઘણી અસર ઊભી કરી શકે છે. ઉદાહરણ તરીકે તમે 5 લાખ રૂપિયા ના એફડી પર 1% વધુ વ્યાજ દર 3 વર્ષમાં 15,000 અને 5 વર્ષમાં 25000 ની વધારાની આવક આપી શકે છે. જો ફિક્સ ડિપોઝિટ માં 10 લાખ રૂપિયા હોય તો 5 વર્ષમાં વધારાની 50,000 રૂપિયા સુધી ની આવક કરી શકો છો.

આથી ફિક્સ ડિપોઝિટ માં રૂપિયા ઇન્વેસ્ટ કરતા પહેલા સૌથી વધુ ઇન્ટરેસ્ટ રેટ આપતી બેંક માં જ ફિક્સ ડિપોઝિટ કરવી જોઈએ.

FD Interest Rate: આ 6 બેંક આપી રહી છે ફિક્સ ડિપોઝિટ (FD) પર સૌથી વધુ વ્યાજ

બેંકઅવધિસામાન્ય નાગરિક (%)વૃદ્ધ નાગરિક (%)
HDFC બેંક18-21 મહિના7.25%7.75%
ICICI બેંક15-18 મહિના7.25%7.85%
Kotak Mahindra Bank390-391 દિવસ7.4%7.9%
Federal Bank444 દિવસ7.5%8%
Bank of Baroda2-3 વર્ષ7.15%7.65%
Union Bank of India456 દિવસ7.3%7.8%

વૈશ્વિક સલાહકારોનું શું કહેવું છે?

અર્થશાસ્ત્રીઓ અને Wealth Advisor સલાહ આપતા હોય છે કે ઇન્વેસ્ટર તેમના પોર્ટફોલીઓમાં એક નક્કી ભાગ જ FD માં ઇન્વેસ્ટ કરવો જોઈએ કારણ કે ફિક્સ ડિપોઝીટ પણ મળતું વ્યાજ ટેક્સેબલ હોય છે. ઉદાહરણ તરીકે, જે રોકાણકારો 30% ટેક્સ બ્રેકેટમાં આવે છે તે લોકોને સાત ટકા વ્યાજ હોવા છતાં વાસ્તવમાં ફાયદો ફક્ત 4.9% જ મળે છે.

જો તમે લાંબા ગાળાનું અને સુરક્ષિત રોકાણ કરવા ઇચ્છતા હોય તો ઉપર જણાવેલ ફિક્સ ડિપોઝિટ (FD) સ્કીમ પર વિચાર કરી શકો છો. જો કે ટેક્સ અને અન્ય રોકાણ ઓપ્શન નો પર પણ ધ્યાન આપવું જરૂરી છે.

Leave a Comment