7th pay commission: સરકારી કર્મીઓ માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. સરકારી કર્મીઓનું ભથ્થું શૂન્ય થશે નહીં. મોંઘવારીએ ભથ્થાની ગણતરી યથાવત રહેશે. એ માટે કોઈપણ જાતના નિયમો નક્કી કરાયા નથી. કેન્દ્રિય કર્મીઓ માટે આગામી ગણતરી 50 ટકાથી આગળ થતી રહેશે.
AICPI ઇન્ડેક્સના આંકડા કર્યા નથી જાહેર
કેન્દ્રિય કર્મીઓ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે કે લેબર બ્યૂરોએ બે મહિનાથી AICPI ઇન્ડેક્સના આંકડા જાહેર નથી કર્યા. માટે અત્યાર સુધીની ગણતરી કરવી કઠિન છે કે આવનારું DA કેટલું હશે. ફેબ્રુઆરી 2024 માં મોંઘવારી ભથ્થાનો કોઈપણ જાતનો ડેટા અપડેટ કરવામાં આવ્યો નથી. વર્ષ 2024 ના જાન્યુઆરીમાં મોંઘવારી ભથ્થું 50 ટકા પર પહોંચી ચૂક્યું છે. આ માટે ડિબેટ હતી કે મોંઘવારી ભથ્થાને ઝીરો કરાશે પરંતુ એવો કોઈ નિયમ નથી. તે ફક્ત 2016 માં બેઝ યર બદલવા કરાયું હતું.
મોંઘવારી ભથ્થાની ગણતરી માટેનો ડેટા ક્યારે થશે જાહેર?
નિષ્ણાંતોનું માનવું છે કે, તેને શૂન્ય કરવામાં નહીં આવે. જોકે, સરકાર દ્વારા પણ જણાવી દેવામાં આવ્યું છે કે તેવું કરવાનો હાલ કોઈપણ વિચાર નથી. લેબર બ્યૂરો પાસે માર્ચ સુધીનો કોઈ ડેટા ઉપલબ્ધ નથી. મોંઘવારીએ ભથ્થાની ગણતરી માટેનો ડેટા 31 મે ના રોજ જાહેર થશે. ત્યારે એવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે કે, મોંઘવારીએ ભથ્થાની ગણતરી પણ એ જ રીતે કરવામાં આવશે.
મોંઘવારી ભથ્થામાં આગામી રિવિઝન ક્યારે થશે?
કેન્દ્રિય કર્મીઓ માટે મોંઘવારી ભથ્થા માટે હવે રિવિઝન જુલાઈમાં થવાનું છે. AICPI INDEX ના JANUARY સુધીના આંકડાથી ડીએ નંબર 138.9 અંક ઉપર છે. એનો અર્થ એ થયો કે મોંઘવારી ભથ્થાનો સ્કોર 50.84 થઈ ગયો છે. જોકે, ફેબ્રુઆરી સુધીનો ડેટા બ્યૂરોની શીટ પરથી અદ્રશ્ય છે. ચર્ચા એવી ચાલી રહી છે કે, લેબર બ્યૂરો ભથ્થાને ઝીરો કરવા જઈ રહ્યો છે. આ કારણથી જ નંબર બહાર પાડવામાં આવી રહ્યા નથી. કારણ એ નથી. વસતાવમાં લેબર બ્યૂરો પાસે પૂરતા નંબર ન હતા. બસ આ જ કારણને લીધે ઇન્ડેક્સ નંબર આપવામાં વાર લાગી છે.
કેટલું વધશે મોંઘવારી ભથ્થું?
નિષ્ણાંતોના મત મુજબ મોંઘવારી ભથ્થું હાલ 51 ટકા પહોંચી ચૂક્યું છે. જે 3 ટકા વધીને 54 ટકા સુધી પહોંચી જશે.