8th Pay Commission Salary Hike: કેન્દ્ર સરકારના કર્મચારીઓનો બેઝિક પગાર નક્કી કરવા માટે ફીટમેન્ટ ફેક્ટર સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે. 7મા પગાર પંચમાં ફીટમેન્ટ ફેક્ટર 2.57 રહ્યું હતું જેના કારણે લઘુત્તમ પગાર રૂપિયા 7000 થી વધીને 18000 થયો હતો, હવે 8th Pay Commissionમાં ફીટમેન્ટ ફેક્ટર કેટલો રહેશે તે જોવાનું રહ્યું.
કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે એક સારા સમાચાર આવી રહ્યા છે એઓ અનુમાન લગાવી રહ્યા છે કે 8મા પગાર પંચમાં 20% થી 30 ટકા સુધીનો પગારમાં વધારો થઈ શકે છે. પરંતુ પગારનો બેઝિક સ્કેલ શું રહેશે તે ફીટમેન્ટ ફેક્ટર પર આધાર રાખે છે.
જો સરકારના સૂત્રોનું માનીએ તો આઠમા પગાર પંચ નું કામકાજ એપ્રિલ મહિનાથી શરૂ કરવામાં આવશે. તૈયાર થઈ ગયા પછી તેમનો અમલ એક જાન્યુઆરી 2026 થી થાય તેવી શક્યતા છે. સાતમુ પગાર પંચ 1 જાન્યુઆરી 2016 થી લાગુ કરવામાં આવ્યું હતું અને સાતમા પગાર પંચનો કાર્યકાળ 31 ડીસેમ્બર 2025 સુધીનો છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે કમિશનની રચનાથી લઈ સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થવા માટે અંદાજિત 18 મહિનાનો સમય લાગે છે. હવે તમારા મનમાં પ્રશ્ન ઉદ્ભવશે કે જો 18 મહિના જેટલો સમય લાગતો હોય તો એક જાન્યુઆરી 2026 સુધીમાં લાગુ થશે કે નહીં તે જોવું રહ્યું. નવું પગાર પંચ દર 10 વર્ષે લાગુ કરવામાં આવે છે. તેથી 8th pay Commission 1 જાન્યુઆરી 2026 થી લાગુ થવું જોઈએ.
ફિટમેન્ટ ફેક્ટર કેટલો રહેશે?
ઉપર જણાવ્યા મુજબ કેન્દ્રીય કર્મચારીઓનો બેઝિક પગાર નક્કી કરવા માટે ફીટમેન્ટ ફેક્ટર ખૂબ જ અગત્યનું છે. 7th Pay commissionમાં ફીટમેન્ટ ફેક્ટર 2.57 રહ્યું હતું. જેથી જેમનો બેઝિક પગાર ₹7,000 હતો તે વધીને 18000 રૂપિયા થઈ ગયો હતો. અને હવે આઠમા પગાર પંચમાં ફીટમેન્ટ ફેક્ટર નરે અલગ અલગ તર્ક વિતર્ક ચાલી રહ્યા છે. જેમાં અલગ અલગ રિપોર્ટ અનુસાર 1.92, 2.08 અને 2.86 રહેવાની શક્યતા છે. હવે આમાંથી કયો ફીટમેન્ટ ફેક્ટર લાગુ થાય અથવા કંઈક અલગ જ ફીટમેન્ટ ફેક્ટર પણ આવી શકે છે. જો ફિટમેન્ટ ફેક્ટર 2.86 લાગુ થાય તો અત્યારે જમણો બેઝિક પગાર ₹18,000 છે તે વધીને 51,480 રૂપિયા થઈ જશે.
આ પણ વાંચો: કર્મચારીઓને સસ્પેન્ડ કરવાથી નોકરી જતી રહે છે? આવો સમજીએ
કર્મચારીઓનો બેઝિક પગાર કઈ રીતે નક્કી થાય છે?
ફીટમેન્ટ ફેક્ટર ની ફોર્મ્યુલા નીચે જણાવેલ છે:
નવી બેઝિક સેલેરી = વર્તમાન બેઝિક પે × ફીટમેન્ટ ફેક્ટર
8th Pay Commission માં ફીટમેન્ટ ફેક્ટર મુજબ પગાર વધવાનું અનુમાન
| Pay Level | સાતમું પગાર પંચ (Basic Pay) | 1.92 ફિટમેન્ટ ફેક્ટર | 2.08 ફિટમેન્ટ ફેક્ટર | 2.86 ફિટમેન્ટ ફેક્ટર |
|---|---|---|---|---|
| Level 1 | ₹18,000 | ₹34,560 | ₹37,440 | ₹51,480 |
| Level 2 | ₹19,900 | ₹38,208 | ₹41,392 | ₹56,914 |
| Level 3 | ₹21,700 | ₹41,664 | ₹45,136 | ₹62,062 |
| Level 4 | ₹25,500 | ₹48,960 | ₹53,040 | ₹72,930 |
| Level 5 | ₹29,200 | ₹56,064 | ₹60,736 | ₹83,512 |
| Level 6 | ₹35,400 | ₹67,968 | ₹73,632 | ₹1,01,244 |
| Level 7 | ₹44,900 | ₹86,208 | ₹93,392 | ₹1,28,414 |
| Level 8 | ₹47,600 | ₹91,392 | ₹99,008 | ₹1,36,136 |
| Level 9 | ₹53,100 | ₹1,01,952 | ₹1,10,448 | ₹1,51,866 |
| Level 10 | ₹56,100 | ₹1,07,712 | ₹1,16,688 | ₹1,60,446 |
શું 8માં પગાર પંચમાં DA થશે ઝીરો?
જ્યારે પણ નવું પગાર પંચ લાગુ કરવામાં આવે છે ત્યારે મોંઘવારી ભથ્થું (DA) ઝીરો કરી દેવામાં આવતું હોય છે, જે હાલમાં 7મા પગાર પંચ માં Dearness Allowance 53% છે, જે હજી પણ 3% વધવાનું બાકી છે. હવે આગામી જુલાઈ મહિનામાં એક રિવિઝન થશે પરંતુ 8મા પગાર પંચમાં તેને ફરી ઝીરો સેટ કરી દેવામાં આવશે અને પછી નિયમ પ્રમાણે અલગ અલગ સમયે DA માં વધારો કરવામાં આવશે.
તમને અમારો આ લેખ કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી જણાવશો તથા તમારા કોઈ પ્રશ્ન હોય તો પણ અમને જરૂરથી જણાવશો.
આવા જ કર્મચારી રિલેટેડ સમાચાર તથા 8th Pay Commission ના સમાચાર મેળવવા માટે અમારી Whatsapp Channelને ફોલો કરો.