Nursing Admission: નર્સિંગ, ફિઝિયો સહિત પેરા મેડિકલ કોર્સ માટે આ તારીખથી શરૂ થશે રજિસ્ટ્રેશન પ્રક્રિયા

Nursing Course Admission: ધોરણ 12 પાસ કર્યા પછી નર્સિંગ અને ફિઝિયો થેરાપી જેવા પેરામેડિકલ કોર્સમાં એડમિશન લેવાનું ઇચ્છી રહેલ ઉમેદવારો માટે ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં નર્સિંગ અને ફિઝિયોથેરાપી જેવા પેરામેડિકલ કોર્સ ના એડમિશન માટે રજીસ્ટ્રેશન ચાલુ થઈ ગયા છે. એડમિશન લેવાય ઈચ્છતા ઉમેદવારોએ 4 જુલાઈ 2024 થી 15 જુલાઈ 2024 વચ્ચે ઓનલાઇન પિન ખરીદીને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.

ડોક્યુમેન્ટ વેરિફિકેશન ક્યારે?

5 થી 16 જુલાઈ વચ્ચે હેલ્પ સેન્ટર પર ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા કરવામાં આવશે.

BSc નર્સિંગમાં કેટલી બેઠકો?

  • સરકારી: 400
  • સેલ્ફ ફાઈનાન્સ: 14,115

GNMમાં કેટલી બેઠકો?

  • સરકારી: 915
  • સેલ્ફ ફાઈનાન્સ: 18,380

ANMમાં કેટલી બેઠકો?

  • સરકારી: 650
  • સેલ્ફ ફાઈનાન્સ: 10,190

બીજા પેરા મેડિકલ કોર્સની બેઠકો:

  • BPT: સરકારી 380, સેલ્ફ ફાઈનાન્સ 4,555
  • BPO: 10 (સરકારી)
  • BOT: 10 (સરકારી)
  • BO: 310 (સેલ્ફ ફાઈનાન્સ)
  • BNYS: 30 (સેલ્ફ ફાઈનાન્સ)
  • BASLP: 50 (સેલ્ફ ફાઈનાન્સ)

વિદ્યાર્થીઓને આ માહિતીનો ઉપયોગ કરીને આ સરકારી અને સેલ્ફ ફાઈનાન્સ સીટીંગ માટે સમયસર અરજી કરવાની સલાહ આપવામાં આવે છે.

Leave a Comment