Rohit Sharma T20 Retirement: ‘કિંગ કોહલી’ બાદ રોહિત શર્માએ નિવૃત્તિ જાહેર કરી, ફેન્સ થયા ભાવુક

Rohit Sharma T20 Retirement: શનિવારે ભારતે સાઉથ આફ્રિકાને હરાવીને T20 વર્લ્ડ કપ જીતી લીધો. દેશભરમાં આ ખુશીની ઉજવણી થઈ રહી છે.

વિરાટ કોહલી અને રોહિત શર્માની નિવૃત્તિ

ગઈકાલે રમાયેલ t20 વર્લ્ડ કપ ની ફાઇનલ મેચ બાદ ભારતમાં બે દિગ્ગજ ખેલાડીઓ વિરાટ કોહલી અને કેપ્ટન રોહિત શર્મા એ ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ ની જાહેરાત કરી છે. કોહલીએ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે “આ મારી છેલ્લી ટી ટ્વેન્ટી ક્રિકેટ મેચ હતી”. ત્યાર પછી થોડી વારમાં જ કેપ્ટન રોહિત શર્માએ પણ પોતાની નિવૃત્તિની જાહેરાત કરી. આ જાહેરાત icc ના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર કરવામાં આવી છે.

ભારત માટે મોટેકામની જીત

37 વર્ષના રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમે ઈતિહાસ રચ્યો. T20 વર્લ્ડ કપ જીતીને ભારતે ચોથી વખત વર્લ્ડ કપ (ODI, T20)નો ખિતાબ મળ્યો છે. ફાઈનલમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવ્યું.

ફેન્સની ભાવુકતા

વિરાટ કોહલી અને રોહિત શર્માની નિવૃત્તિથી ફેન્સ ખૂબ જ ભાવુક થઈ ગયા છે. રોહિત શર્માએ કહ્યું, “આ મારી છેલ્લી મેચ હતી. ગુડબાય કહેવા માટે આ શ્રેષ્ઠ સમય છે.”

રોહિત શર્મા T20 રેકોર્ડ

વિગતઆંકડા
કુલ T20 મેચ159
કુલ રન4231
સરેરાશ32.05
સ્ટ્રાઈક રેટ140.89
સદી5
અડધી સદી32
છગ્ગા205
ચોગ્ગા383

રોહિત શર્માએ 2007માં T20 ઈન્ટરનેશનલમાં ડેબ્યૂ કર્યું હતું અને 2022માં ટીમને સેમીફાઈનલ સુધી પહોંચાડી હતી.

નિવૃત્તિ

રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, “આ મારી છેલ્લી મેચ પણ હતી. ગુડબાય કહેવા માટે આ શ્રેષ્ઠ સમય છે.”

Leave a Comment