Business Idea: જો તમે કોઈ બિઝનેશ કરવાનું વિચાર કરી રહ્યા હોવ તો તમારા માટે આ મહત્વના સમાચાર છે. આ એક એવી શરૂઆત છે જેમાં લોસ જવાના ચાન્સ તો બવ જ ઓછા છે. આ એક એવી બ્રાન્ડ છે જેણે દૂધની પ્રોડક્ટસ વેંચીને દેશ વિદેશમાં પોતાના નામનો ડંકો વગાડી દીધો છે. લોકો આ ધંધામાં રોકાણ કરીને સારો નફો મેળવી રહ્યા છે. આ બ્રાન્ડનું નામ છે અમુલ. દેશની સૌથી મોટી દૂધની ડેરીમાંથી એક એવી અમુલ ડેરી લોકોને પોતાની સાથે જોડાવાનો મોકો આપી રહી છે. અમુલ પોતાની ફ્રેંચાઈઝી સ્થાપિત કરવા માટે લોકોને પોતાની સાથે જોડી રહી છે. કોઈપણ વ્યક્તિ પોતાના વિસ્તારમાં અમુલની ફ્રેંચાઈઝી લઈને અમુલ પાર્લર ખોલી શકે છે.
અમુલ કોઈપણ જાતની રોયલ્ટી કે પછી પ્રોફિટ શેરિંગ વગર ફ્રેંચાઈઝી ઓફર કરે છે. એટલુ જ નહીં, અમુલની ફ્રેંચાઈઝી લેવાનો ખર્ચ પણ વધારે હોતો નથી તમે 2 લાખ રુપિયાથી લઈને 6 લાખ સુધીનું રોકાણ કરી શકો છો. ધંધાની શરૂઆતમાં જ સારો એવો નફો કમાઈ શકે છે. ફ્રેંચાઈઝી થકી મહિને 5 થી 10 લાખ સુધીની આવક થઈ શકે છે જો કે, એ વિસ્તાર અને જગ્યા પર પણ નિર્ભર કરે છે.
કેવી રીતે મળશે અમુલની ફ્રેંચાઈઝી?
અમૂલ દ્વારા બે પ્રકારની ફ્રેન્ચાઈઝી ઓફર કરવામાં આવે છે. જેમાં પ્રથમ અમૂલ આઉટલેટ, અમૂલ રેલવે પાર્લર અથવા અમૂલ કિઓસ્કની ફ્રેન્ચાઈઝી અને બીજી અમૂલ આઈસ્ક્રીમ સ્કૂપિંગ પાર્લરની ફ્રેન્ચાઈઝી. જો તમે પ્રથમ ફ્રેન્ચાઈઝીમાં રોકાણ કરવા માંગતા હોવ તો તમારે 2 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે, જ્યારે તમે બીજી ફ્રેન્ચાઈઝી લેવાનું વિચારી રહ્યા હોવ તો તમારે 5 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. આમાં, 25,000 થી 50,000 રૂપિયા Non Refundable Brand Security તરીકે ચૂકવવાના હોય છે. અમૂલના એવા આઉટલેટ્સ કે જ્યાં તેમની તમામ પ્રોડક્ટસ ઉપલબ્ધ હોય તો તેને ખોલવા માટે ઓછામાં ઓછી 100 ચોરસ ફૂટ જગ્યાની જરૂર પડે છે.
અમૂલ ફ્રેન્ચાઇઝીમાંથી મેળવો કમિશન
અમૂલ આઉટલેટ લેવા પર, કંપની અમૂલ ઉત્પાદનોની MRP પર કમિશન આપે છે. જેમાં દૂધના પાઉચ પર 2.5 ટકા, દૂધની બનાવટો પર 10 ટકા અને આઈસ્ક્રીમ પર 20 ટકા કમિશન મળશે. અમૂલ આઈસ્ક્રીમ સ્કૂપિંગ પાર્લરની ફ્રેન્ચાઈઝી લેવાથી તમને આઈસ્ક્રીમ, શેક, પિઝા, સેન્ડવીચ, હોટ ચોકલેટ ડ્રિંક પર 50 ટકા કમિશન મળે છે. તે જ સમયે, કંપનીને પ્રી-પેક્ડ આઈસ્ક્રીમ પર 20.4 ટકા અને અમૂલ ઉત્પાદનો પર 10 ટકા કમિશન મળે છે.
FSSAI પાસેથી લાઇસન્સ મેળવવું છે જરૂરી
તમારે FSSAI પાસેથી લાઇસન્સ મેળવવું જરૂરી હોય છે. આ એક 15 અંકનો નોંધણી નંબર હોય છે, જે સુનિશ્ચિત કરે છે કે અહીં તૈયાર કરવામાં આવતી ખાદ્ય ચીજો FSSAI ના ગુણવત્તા ધોરણો મુજબ છે.
અરજી કેવી રીતે કરવી?
જો તમે ફ્રેન્ચાઈઝી માટે અરજી કરવા માંગતા હોવ તો તમારે retail@amul.coop પર મેઈલ કરવાનો રહેશે. આ ઉપરાંત http://amul.com/m/amul-scooping-parlours આ લિંક પર જઈને વધુ માહિતી પણ મેળવી શકાય છે.