Appleએ તાજેતરમાં વિંટેજ યાદી અપડેટ કરી છે, જેમાં હવે IPhone 7 Plus અને IPhone 8 હવે વિકટ લિસ્ટમાં મૂકવામાં આવ્યા છે, જેથી હવે ઓફિશિયલ સર્વીશ મળશે નહીં.

Apple iPhone Vintage List

Apple કંપનીએ પોતાની વિન્ટેજ ડિવાઇસીસની યાદી તાજેતરમાં અપડેટ કરી છે, જેમાં હવે બે વધુ જૂના iPhone મોડેલ્સ IPhone 7 Plus અને IPhone 8 નો સમાવેશ કરવામાં આવ્યો છે. જો તમે જૂના અને સસ્તા IPhone ખરીદવાનું વિચારી રહ્યાં છો, તો હવે આઈફોન ખરીદતા પહેલા રીસર્ચ અને વિચારીને આઈફોન ખરીદવો નહિ તો તમારી ખરીદી તમને મોંધી પડી શકે છે.

શું થાય છે જ્યારે ફોન ‘વિન્ટેજ’ લિસ્ટમાં આવે છે?

આઈફોન અને અન્ય સ્માર્ટફોન કંપનીઓ પણ પોતાનું વિન્ટેજ ડિવાઇઝ લિસ્ટ જાહેર કરતાં હોય છે પણ તમને પ્રશ્ન થતો હશે કે ‘વિન્ટેજ’નો અર્થ શું થાય અને આ લિસ્ટ શું છે તો ચાલો આવો સમજીએ, વિન્ટેજ લિસ્ટમાં જે ફોન આવે છે તેનો મતલબ છે કે હવે જંપની તરફફથી તે ફોનનો ઓફિશિયલ સપોર્ટ, સર્વીસ કે પાર્ટસ આવેલેબલ નથી. તેનો મતલબએ છે કે ખરાબ ફોનને રીપેર કરશે નહીં. અને તેના પાર્ટસ પણ સેલ કરશે નહીં.

IPhoneના આ જૂના અને સસ્તા મોડલ ખરીદવા ભારે પડી શકે છે

ઘણા લોકો ઓનલાઈન અથવા મોબાઇલ દુકાનદાર પાસેથી જૂના iPhone મોડેલ્સ ખરીદી લે છે કારણ કે તે “સસ્તા હોય છે”. પણ આવા મોડેલ્સ હવે ટેકનિકલી ‘બેકાર’ થઇ ગયા છે. આવા ફોન ખરીદવાથી ભવિષ્યમાં રીપેર કે સપોર્ટ મળવો મુશ્કેલ થઇ શકે છે.

આ મોડેલ્સ હવે એપલ માટે જૂના

IPhone 7 Plus 2016માં લોન્ચ થયો હતો અને તેને ડિસકન્ટીન્યુ 2019માં કરવામાં આવ્યો હતો આ મોડલ જ્યારે લોન્ચ થયું ત્યારે 32GB વેરિયન્ટની કિંમત 72 હજાર હતી. અને IPhone 8 2017માં લોન્ચ થયો હતો અને તેને એપલ દ્રારા 2020માં ડિસકન્ટીન્યુ કરવામાં આવ્યો હતો આ ફોનનું બેઝ મોડલ 64GB હતું તેની કિંમત 64 હજાર હતી.

Apple Vintage Category શું છે?

એપલ તેના એવા પ્રોડક્ટ્સને “વિન્ટેજ” કેટેગરીમાં મૂકે છે જેના વેચાણ બંધ થયાને હવે પાંચથી સાત વર્ષ થઈ ગયા હોય. એટલે કે, જો ફોનનું વેચાણ 2018માં બંધ થયું હોય, તો 2025માં તે વિન્ટેજ લિસ્ટમાં સામેલ થશે.