મે મહીના માટે RBI એ Holiday List જાહેર કર્યું છે. મે મહિનામાં બીજો અને ચોથા શનિવાર અને મહિનાના તમામ રવિવાર સિવાય અલગ અલગ રાજયમાં પ્રાદેશિક તહેવારો અને ઉત્સવોને કારણે મે મહિનામાં આટલા દિવસ બેન્ક બંધ રહેશે.
Bank Holidays in May 2024: મે મહિનાનું બેન્ક રાજાનું લિસ્ટ જાહેર થઈ ગયું છે. જો તમારે મે મહિનામાં બેન્કમાં કામ હોય તો આ માહિતી તમારા માટે ઉપયોગી છે. મે મહિનામાં કુલ 14 દિવસ બેન્ક બંધ રહેશે. જે અલગ અલગ રાજ્ય અને શહેરને લાગુ પડશે. અહી જણાવેલ બેન્ક રાજા લિસ્ટમાં જણાવેલ તમામ રજાઓ બધા રાજ્યના બેન્ક ને લાગુ પડશે નહીં. અહી તમારે ખાસ નોંધવું કે નીચે જણાવેલ રજાઓ જો તમારા રાજ્યમાં લાગુ પડતી હોય તો તે જોઈ લેવી.
મે મહિનાની શરૂઆત થઈ ગઈ છે. અને સાથે જ ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્રારા બેન્ક રાજાનું લિસ્ટ જાહેર કર્યું છે. આમ તો દર મહિનામાં બેન્કમાં દર બીજા અને ચોથા શનિવારે બેન્કમાં રહા જ હોય છે.
જો તમે પણ મે મહીનામ બેન્કમાં અગત્યના કામથી જવાનું આયોજન બનાવી રહ્યા હોય તો તમારે ભારતીય રિઝર્વ બેંક દ્રારા જાહેર કરવામાં આવેલ બેન્ક રાજાનું લિસ્ટ એકવાર તપાસવું જોઈએ. અને વેરીફાય કરવું કે તમારા શહેરમાં બેન્ક ચાલુ રહેશે કે બંધ?
મે મહિનામાં 14 દિવસ બેંકો રહેશે બંધ
Reserve bank of india એ મે મહિનામાં બેંક હોલીડે લિસ્ટ જાહેર કર્યું છે. RBI લિંક જાહેર રજા લિસ્ટ મુજબ કુલ 14 દિવસ બેન્કો રહેશે બંધ. મે મહિનામાં ઘણાબધા રાજ્યમાં લોકસભાની ચુંટણી નિમિતે મતદાન થવાનું છે તે દિવશે બેન્ક રાજા રહેશે. જે સ્થાનિક ચુંટણી દિવસને આધીન રહેશે. આ સિવાય મહારાષ્ટ્ર દિવસ, અક્ષય તૃતીયા, બુદ્ધ પૂર્ણિમા વગેરેના કારણે બેંકો બંધ રહેશે. આ રજાઓ અલગ અલગ રાજ્ય માટે અલગ અલગ રહેશે. તો ચાલો જેણીએ મે મહિનામાં કયા રાજ્યમાં કયારે બેન્ક રહેશે બંધ.
Bank Holiday List for May 2024
1 મે 2024 – બેલાપુર, બેંગલુરુ, ચેન્નાઈ, ગુવાહાટી, હૈદરાબાદ, કોચી, કોલકાતા, મુંબઈ અને નાગપુરમાં 1 મે 2024ના રોજ મહારાષ્ટ્ર દિવસ અને મજૂર દિવસના અવસરે બેંકો બંધ રહેશે.
5 મે 2024 – રવિવાર હોવાને કારણે તમામ શહેરોમાં બેંકો બંધ રહેશે.
7 મે, 2024 ના રોજ લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાને કારણે મતદાન પ્રક્રિયા માટે અમદાવાદ, ભોપાલ, પણજી અને રાયપુરમાં બેંકો બંધ રહેશે.
8 મે 2024 – રવીન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિ નિમિત્તે 8 મે 2024ના રોજ કોલકાતામાં બેંકો બંધ રહેશે.
10 મે 2024 ના રોજ અક્ષય તૃતીયાના કારણે બેંગલુરુમાં બેંકો બંધ રહેશે.
11 મે, 2024 ના રોજ મહિનાનો બીજો શનિવાર હોવાથી, દેશભરની બેંકો બંધ રહેશે.
12 મે 2024 – રવિવાર હોવાને કારણે તમામ શહેરોમાં બેંકો બંધ રહેશે.
13 મે 2024ના રોજ લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાના મતદાનને કારણે શ્રીનગરમાં બેંકો બંધ રહેશે.
ગંગટોકમાં 16 મે, 2024 ના રોજ રાજ્ય સ્થાપના દિવસના અવસર પર બેંકો બંધ રહેશે.
19 મે 2024 – રવિવાર હોવાને કારણે તમામ શહેરોમાં બેંકો બંધ રહેશે.
20 મે 2024ના રોજ લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કાના મતદાનને કારણે બેલાપુર અને મુંબઈમાં બેંકો બંધ રહેશે.
23 મે 2024 – અગરતલા, આઈઝોલ, બેલારપુર, ભોપાલ, ચંદીગઢ, દેહરાદૂન, ઈટાનગર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનૌ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, રાયપુર, રાંચી, શિમલા અને શ્રીનગરમાં 23 મે 2024 ના રોજ બુદ્ધ પૂર્ણિમા અવસરે બેંકો બંધ રહેશે.
25 મે 2024 – મે મહિનાના ચોથા શનિવારના કારણે આ દિવસે બેંકો બંધ રહેશે.
26 મે 2024 – રવિવાર હોવાને કારણે તમામ શહેરોમાં બેંકો બંધ રહેશે.