મણિપુરથી મોટા સમાચાર: NPPએ ભાજપ સરકારનું સમર્થન પાછું ખેંચ્યું

Manipur News: મણિપુર હિંસા દરમિયાન નેશનલ પીપુલ્સ પાર્ટી (NPP)એ ભાજપ સરકારને ઝટકો આપતાં સમર્થન પરત ખેંચવાનું એલાન કર્યું છે. પાર્ટી દ્વારા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને પત્ર લખવામાં આવ્યો છે, જેમાં જણાવાયું છે કે, “મુખ્યમંત્રી રાજ્યની પરિસ્થિતિને નિયંત્રિત કરવામાં નિષ્ફળ રહ્યાં છે.”

Big news from Manipur: NPP withdraws support from BJP government

રાજ્યમાં વધતી હિંસા અને અનિયમિતતાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે દિલ્હીમાં વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં મણિપુરની સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી. ગૃહ મંત્રીએ મહારાષ્ટ્રના પોતાના રાજકીય કાર્યક્રમોને રદ કરી તાત્કાલિક દિલ્હી પહોંચીને આ મુદ્દે ઊંડા વિચારવિમર્શ કર્યા.

પાછલા કેટલાક દિવસોથી મણિપુરમાં શાંતિ અને સલામતીને લઈને ગંભીર સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે સ્થાનિક તેમજ રાષ્ટ્રીય રાજકીય પરિબળોમાં હલચલ મચી ગઈ છે.

Leave a Comment