CBSE બોર્ડ ધોરણ10-12 પરિણામને લઈને મોટા સમાચાર, કયારે જાહેર થશે પરિણામ?

CBSE Board Result 2024: 30 લાખથી વધુ વિદ્યાર્થીઓ CBSE બોર્ડની 10મી અને 12મીની પરીક્ષાના પરિણામોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અહેવાલો અનુસાર, પરિણામ આવતા મહિને મે મહિનામાં જાહેર થવાની સંભાવના છે.

30 લાખથી વધુ વિદ્યાર્થીઓ CBSE બોર્ડની 10મી અને 12મીની પરીક્ષાના પરિણામોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અહેવાલો અનુસાર મે મહિનામાં પરિણામ જાહેર થવાની સંભાવના છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, CBSE બોર્ડ મેના પહેલા અથવા બીજા સપ્તાહમાં, સંભવતઃ 10 થી 15 મેની વચ્ચે પરિણામ જાહેર કરી શકે છે. વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ cbse.gov.in પર જઈને તેમનું પરિણામ જોઈ શકે છે.

CBSE Board Result અહીં ચેક કરી શકશો

CBSE બોર્ડના ધોરણ 10 અને 12ની પરીક્ષાના પરિણામ cbse.nic.in, cbseresults.nic.in અને cbse.gov.in પરથી પરિણામ જાહેર થયા પછી જોઈ શકાશે.

આ શિવાય પણ પરિણામ digilocker.gov.in, UMANG App, results.gov.in અને DigiLocker મારફત પણ જોઈ શકો છો.

CBSE બોર્ડ પરિણય 2024 કેવીરીતે ચેક કરવું?

– સૌપ્રથમ https://cbseresults.nic.in/ પર જાઓ.
– હોમપેઝ પર CBSE Board Result 2024 નામની લિન્ક દેખાશે તેનાપર ક્લિક કરો.
– રોલ નંબર અને રોલ કોડ વડે લૉગિન કરો.
– લૉગિન થયા પછી તમારા સ્ક્રીન પર પરિણામ દેખાશે.
– આ રીતે સરળતાથી પરિણામ ચેક કરી શકો છો અને પરિણામની PDF અથવા Print પણ કાઢી શકો છો.

પાછલા વર્ષે ક્યારે પરિણામ જાહેર થયું હતું?

2023 માટે CBSE બોર્ડના ધોરણ 10મા અને 12માના પરિણામો એક જ દિવસે, 12 મે, 2023ના રોજ જાહેર કરવામાં આવ્યા હતા. ધોરણ 10ની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી 21 માર્ચ 2023 દરમિયાન યોજાઈ હતી. તેની સરખામણી એ 2022 માં, પરિણામો 22 જુલાઈના રોજ જાહેર કરવામાં આવ્યા હતા. અત્યારની પરિસ્થિતિ જોતા, એવી અપેક્ષા છે કે આ વર્ષે ધોરણ 10 અને ધોરણ 12 બંનેના પરિણામો મોડામાં મોડા 20 મે સુધીમાં જાહેર થઈ શકે છે. જોકે, બોર્ડે હજુ સુધી પરિણામની તારીખની પુષ્ટિ કરતી કોઈ સત્તાવાર સૂચના જાહેર કરી નથી.

Leave a Comment