Car Loan Interest Rate 2024: જે રીતે ઘર લેવું એ દરેક લોકૂણું એક સપનું હોય છે તેવી જ રીતે કાર ખરીદવી એ પણ લોકોનું સપનું હોય છે. મધ્યમ વર્ગીય પરિવાર આ સપનું સેવે તો છે પણ સાકાર કરવું એમના માટે ખૂબ કઠિન બને છે ત્યારે આવા સમયે બેંક તેમનું સપનું પૂરું કરવામાં તેમની મદદ કરે છે. જો તમે પણ છેલ્લા ઘણા સમયથી લોન લેવાનો પ્લાન કરી રહ્યા છો તો 2024 માં હાલ બેસ્ટ ટાઈમ છે. અત્યારે દેશની ઘણી એવી બેંકો છે જે સસ્તામાં કાર લોન આપી રહી છે. અત્યારે 10 લાખ સુધીની લોન પર બહુ ઓછો હપ્તો આવશે. તો ચાલો જાણીએ કે કઈ એવિ બેંક છે જે સરળ હપ્તાની લોન કરી આપે છે.
સામાન્ય રીતે જે લોકોને કાર ખરીદવી હોય તે વિચારતા હોય છે કે તેમને લોન કઈ રીતે લેવી અને કઈ બેંકમાં તેમને ઓછા ઇન્ટરેસ્ટ સાથે લોન મળી શકે. અત્યારે ઝડપી યુગમાં લોન લેવી આમ તો સરળ બની ગઈ છે પરંતુ તેના EMI ની ચુકવણીમાં ઘણો તફાવત જોવા મળે છે. ત્યારે સૌથી સસ્તા દરે જો કાર લોન મેળવવી હોય તો SBI, Union Bank Of India અને ICICI બેંક બેસ્ટ છે. આ બેંક 8.70 ટકાથી 9.10 ટકાના વ્યાજ દરે ચાર વર્ષની મુદ્દત પર આપી રહી છે રૂપિયા 10 લાખની લોન.
જો તમે Union Bank પાસેથી લો છો તો 10 લાખ રૂપિયાની લોન માટે તમારે મહિને 24,565 નો હપ્તો ચૂકવવો પડી શકે છે. જો તમે SBI, PNB અને Indian Bank માંથી લોન લો છો તો તમારે મહિને રૂપિયા 24,587 નો હપ્તો ચૂકવવો પડી શકે છે. બેંક ઓફ ઈન્ડિયા કાર લોન પર મહિને 24,632 નો હપ્તો વસૂલે છે. તો વળી Bank Of Baroda ચાર વર્ષની મુદ્દત માટે 10 લાખ રૂપિયાની લોન માટે મહિને 24,655 રૂપિયાનો હપ્તો લે છે. આ સિવાય ICICI મહિને 24,745 નો હપ્તો ચૂકવવો પડી શકે છે. તો આ રીતે લોકો પોતાની સપનાની કાર માટે લોન લઈ શકે છે.