આજકાલ ચૂંટણીઓના કારણે જો કોઈ ક્ષેત્રને સૌથી વધુ અસર પડતી હોય તો એ છે શૈક્ષણિક ક્ષેત્ર. માર્ચ મહિનાના અંત સુધીમાં જે કોઈ પરીક્ષાઓ લેવાય તેના પરિણામો લોકસભાની ચૂંટણીને કારણે આવી શક્યા નથી અને વિદ્યાર્થીઓએ ફક્ત રાહ જોયા કરે છે આવું જ એક પરિણામ જેની રાહમાં વિદ્યાર્થીઓ છે તે છે એ CET એક્ઝામ-24 જેની પરીક્ષા રાજ્યના 12 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આપી હતી.
CET જ્ઞાનસેતુ સ્કોલરશીપ
રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપતી કોમન એન્ટ્રી ટેસ્ટ અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષાની એક મહત્વપૂર્ણ માહિતી સામે આવી રહી છે મળતા અહેવાલ મુજબ CET સ્કોલરશીપ પરીક્ષાના પરિણામ બોર્ડ એકઝામના પરિણામની જેમ જ ચૂંટણી પછી જાહેર થવાની શક્યતા છે.
પરિણામમાં વિલંબ થવાનું કારણ
રાજ્ય પરીક્ષા બોર્ડ રાજ્યની મોડેલ સ્કૂલમાં પ્રવેશ માટેની પ્રવેશ પરીક્ષા અને જ્ઞાનસેતુ શિષ્યવૃત્તિ યોજના માટેની મેરીટ ટેસ્ટનું પરિણામ લોકસભાની ચૂંટણી પછી જાહેર કરે તેવી શક્યતા રહેલ છે રાજ્યની પ્રોજેક્ટ શાળાઓમાં એડમિશન માટે 30 માર્ચે ટેસ્ટ અને સ્કોલરશીપ માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું અને મહત્વની બાબત એ છે કે મૂલ્યાંકનની કામગીરી પણ નિયત કરેલ સમય મર્યાદામાં પૂરી કરી દેવામાં આવેલ છે પરંતુ ચૂંટણી આચારસંહિતાને કારણે વિલંબ જોવા મળી રહ્યો છે શિક્ષણ વિભાગના ડેટા અનુસાર બંને ટેસ્ટ માટે 13.14 લાખ વિદ્યાર્થીઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું ડેટા દર્શાવે છે કે મોડલ સ્કૂલમાં પ્રવેશ માટે 7.12 લાખ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. પરંતુ 1.78 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી જ્યારે શિષ્યવૃતિ પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરાવનારા લગભગ લગભગ 1.36 લાખ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.
હવે આપણે આ સ્કોલરશીપ વિશે પણ વિગતે જાણકારી મેળવીએ આ સ્કોલરશીપ વિશે વાત કરવામાં આવે તો માર્ચ મહિનાના અંતિમ અઠવાડિયામાં આયોજિત આ પરીક્ષામાં રાજ્યભરના ધોરણ ૮ પૂર્ણ કરેલ 12 લાખ કરતા પણ વધારે વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા જ્યારે આ સ્કોલરશીપ અંતર્ગત વિદ્યાર્થીઓને 6,000 થી લઈને 25000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે.
આ રીતે આ શિષ્યવૃત્તિ મેળવનાર વિદ્યાર્થીઓને પોતાના ભવિષ્ય ઘડતરમાં આર્થિક સહાય મળતા બહુ મોટું યોગદાન મળી રહેશે. જે વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્યને લઈને ગંભીર છે અને પોતાનું ઘડતર યોગ્ય રીતે કરવા માંગે છે તેવા વિદ્યાર્થીઓ માટે આ શિષ્યવૃત્તિ બહુ જ ઉપયોગી સાબિત થઈ શકે છે પરંતુ હાલમાં ચૂંટણીના માહોલમાં આ બધી કામગીરી અટકી પડી છે અને વિદ્યાર્થીઓ તો ચૂંટણીની નહીં પરંતુ પોતાના શૈક્ષણિક પરિણામોની રાહ જોઈ રહ્યા છે કે ઝડપથી ચૂંટણી આચારસંહિતા પૂરી થાય અને વિદ્યાર્થીઓની પરીક્ષા નું પરિણામ જાહેર થાય જેથી તેઓ પોતાના ભવિષ્યનું એક વ્યવસ્થિત અને સારી રીતે પ્લાનિંગ કરી શકે અને સાથોસાથ એક એવી પણ અપેક્ષા છે કે આગામી વર્ષના પ્રવેશની પ્રક્રિયા જે હાલમાં ચૂંટણીને કારણે સ્થગિત થયેલી છે તે હવે ચૂંટણી પૂરી થતાં પ્રવેશ પ્રક્રિયા ઝડપી બને અને જેથી વિદ્યાર્થીઓ નવા સત્રમાં પોતાનું ભણતર સારી રીતે શરૂ કરી શકે.