Clutch Or Brake First: આજનું યુવાધન ફેશન, લાઇફસ્ટાઇલમાં વધારે રસ દાખવે છે. એમાં પણ રેસિંગ પ્રત્યે તેમણે વધારે રુચિ હોય છે. પરંતુ ક્યારેક એવું પણ બને કે ઘણા લોકોને બાઇક ચલાવવાની સાચી રીત ખબર નથી હોતી. ચાલુ બાઇકને રોકવા માટે પહેલા ક્લચ દબાવવો કે બ્રેક લગાવવી તે વિશે ઘણા લોકોને જાણ હોતી નથી. બ્રેકિંગ સિસ્ટમમાં પહેલા ક્લચ દબાવવો કે પહેલા બ્રેક દબાવવી તેની જાણ તેમને હોતી નથી.
ભારતમાં મોટા ભાગે લોકો ટુ-વ્હીલરનો ઉપયોગ કરે છે. બાઇક પર મુસાફરી, આર્થિક રીતે ફાયદેમંદ છે આ ઉપરાંત મેન્ટેનન્સની પણ ચિંતા રહેતી નથી. તેમાં કારની સાપેક્ષે ફ્યુઅલ પણ ઓછું જોઈએ છે. પરંતુ ઘણા લોકો તેને ચલાવવાની સાચી રીત જાણતા હોતા નથી. જેના કારણે તેઓ ઘણી વખત અકસમતનો પણ ભોગ બનતા હોય છે. બાઇક ચલાવતી વખતે તેનું બધુ નોલેજ હોય પણ બેઝીક વાતથી જ અજાણ હોય એવું પણ બને.
બાઇકને રોકતી વખતે ક્લચ પહેલા હોય કે બ્રેક એ વાતથી પણ તેઓ અજાણ હોય છે જેના લીધે ક્યારેક અકસ્માતની સ્થિતિ પણ ઉદ્દભવે છે. આવી નાની બાબતને ગંભીર રીતે ન લેવાનું પરિણામ ક્યારેક અઘરું સાબિત થતું હોય છે. ત્યારે ચાલો જાણીએ કે ક્યારે બ્રેક મારવી અને ક્લચ દબાવવો.
જ્યારે પણ અચાનક જ બ્રેક મારવાની થાય ત્યારે ક્લચ અને બ્રેક બંને એકસાથે દબાવી શકાય છે. જો કે, અચાનક બ્રેક લાગવાથી વખતે ખૂબ કાળજી લેવી પડે છે. જો બાઇક વધારે સ્પીડ પર હોય તો પહેલા બ્રેક લગાવવી જોઈએ. જો બાઈ સામાન્ય સ્પીડ પર ચાલતું હોય અને લાગે કે બ્રેક લગાવવાની જરૂર છે તો ફક્ત બ્રેક દબાવીને બાઇકની સ્પીડ ઘટાડી શકાય છે. તેના માટે ક્લચનો ઉપયોગ કરવો જરૂરી હોતો નથી.
બ્રેક્નો ઉપયોગ ફક્ત બાઇકને ધીમી કરવા માટે જ થાય છે. ચાલુ બાઇકને રોકવા માટે પહેલા ક્લચ દબાવવી કે બ્રેક લગાવવી તે વિશે જાણ હોવી આવશ્યક છે. બ્રેકિંગ સિસ્ટમમાં પહેલા ક્લચ દબાવવી કે પહેલા બ્રેક દબાવવી તેની જાણ તેમને હોતી નથી. ક્યારેક ખોટી રીતને કારણે બાઇકની કન્ડિશન બગડી જતી હોય છે.