E Ration Card Download: ભારતમાં રેશનકાર્ડ એ બહુ જ અગત્યનો દસ્તાવેજ ગણાય છે જે સરકાર દ્વારા અપાયેલ હોય છે અને એનાથી વિવિધ સરકારી સેવાઓને લાભો મેળવવાની સુવિધાઓ મળે છે.
હવે આજકાલ ઈ-રેશન કાર્ડ આવી ગયા છે જેથી ઇ-રેશન કાર્ડના આગમનને કારણે દરેક પ્રક્રિયા વ્યવસ્થિત બની ગઈ છે.
ઈ-રેશનકાર્ડ | E Ration Card Download
આજના ડિજિટલ યુગમાં તમારું રેશનકાર્ડ મેળવવું એ ખૂબ જ અગત્યનું બની ગયું છે ભલે તમારું કાર્ડ ખોવાઈ ગયું હોય અથવા નવા કાર્ડની રાહ જોઈ રહ્યા હોય પણ ચિંતા કરશો નહીં. તમે કોઈ પણ મુશ્કેલી વિના સરળતાથી તમારું રેશનકાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો.
જ્યારે ઇ રેશનકાર્ડ નહોતા ત્યારે લોકોને રેશનકાર્ડ કઢાવવામાં બહુ જ તકલીફોનો સામનો કરવો પડતો હતો. રેશનકાર્ડ કઢાવવા માટે સરકારી કચેરીના અગણિત ધક્કા ખાવા પડતા હતા તથા સરકારી બાબુઓ ને કેટલી બધી વિનંતી કરવી પડતી હતી અને આ બધી પ્રક્રિયામાં દિવસો પસાર થઈ જતા હતા એમાં પણ ગરીબ વર્ગના લોકો જે રેશનકાર્ડ દ્વારા અપાતા રાહત દરના અનાજ પર નભતો એ વર્ગ માટે તો રેશનકાર્ડ એ કીમતી વસ્તુ હતી પરંતુ હવે જ્યારે ઈ-રેશન કાર્ડનું આગમન થયું છે ત્યારે લોકો માટે આ બધી પ્રક્રિયા બહુ સરળ થઈ ગઈ છે.
NFSA વેબસાઇટ પર થી ઇ-રેશન કાર્ડ ડાઉનલોડ કરવાની સરળ રીત
NFSA વેબસાઇટની ઓફિસિયલ વેબસાઇટ પર જાઓ અને નીચે જણાવેલા સ્ટેપને ફોલો કરો અને તમારું E Ration Card Download આસાનીથી ડાઉનલોડ કરો:
- NFSA વેબસાઇટની ઓફિસિયલ વેબસાઇટ https://nfsa.gov.in/ પર જાઓ.
- મેનૂ બારમાં Ration Cards નામનું ઓપ્શન આપેલ છે તેના પર ક્લિક કરો નવા બે વિકલ્પ સામે દેખાશે તેમાં Ration Card Details on State Portals વિકલ્પ પર ક્લિક કરો.
- તમામ રાજ્યનું લિસ્ટ ખુલશે તેમાં ‘ગુજરાત’ પર ક્લિક કરો.
- નવું પેઝ ખુલશે તેમાં તમારે વર્ષ મહિનો અને કેપ્ચા કોડ દાખલ કરી Go બટન પર ક્લિક કરો.
- નીચે તમામ જિલ્લાઓનું લિસ્ટ દેખાશે. તેમાં તમારા જિલ્લાને પસંદ કરો. અને ત્યાર પછી તમારા વિસ્તારને સિલેકટ કરો.
- નામ અથવા રેશનકાર્ડ કાર્ડ નંબરના આધારે તમારા પરિવારના રેશન કાર્ડની વિગતો દાખલ કરો.
- તમારો રેશન કાર્ડ નંબર પસંદ કરો, અને બધી વિગતો દેખાશે.
- આ સરળ રીતથી તમારું ઈ-રેશન કાર્ડ વગર મુસકેલીએ ડાઉનલોડ કરી શકો છો.
DigiLocker દ્વારા ઈ-રેશનકાર્ડ ડાઉનલોડ કરો
જો તમે NFSA વેબસાઇટની વેબસાઇટ પરથી તમારું રેશન કાર્ડ ડાઉનલોડ કરવામાં મુસકેલી અનુભવતા હોય તો તમે તમારા સ્માર્ટફોન પર DigiLocker એપના ઉપયોગથી પણ રેશન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો. તે માટે નીચે આપેલ સ્ટેપને ફોલો કરો:
- Google Play Store પરથી DigiLocker એપ ઇન્સ્ટોલ કરો અને તમારી જરૂરી વિગત દાખલ કરી લૉગ ઇન કરો.
- સર્ચ બારમાં ‘રેશન કાર્ડ’ લખી સર્ચ કરો.
- તમારા રાજ્ય મુજબ રેશન કાર્ડ વિકલ્પ સેલેક્ટ કરો.
- રેશન કાર્ડ નંબર દાખલ કરો.
- કેપ્ચા કોડ ભરી અને સબમિટ બટન પર ક્લિક કરો.
- તમારા ઇ-રેશન કાર્ડને તમારા ફોનમાં ડિઝિટલી સેવ કરવા માટે સેવ બટન પર ક્લિક કરો જેથી તમે જ્યારે પણ એપ્લિકેશન ઓપન કરશો ત્યારે તે હોમ પેઝ પર મેળવી શકશો તથા
- સરળ ઍક્સેસ માટે તમારું ઇ-રેશન કાર્ડ તમારા ડિજીલોકર એકાઉન્ટ સાથે લિંક કરવામાં આવશે. તથા PDF પણ ડાઉનલોડ કરી શકો છો.
તો આ રીતે હવે આપડે સરળતાથી રેશન કાર્ડ ડાઉનલોડ કરી શકશું તથા હવે રેશન કાર્ડ ખોવાઈ જવાનો ડર રહેશે નહીં અને તેનો ઉપયોગ કરવાનું પણ ઘણું સરળ બની ગયું હોવાથી લોકોને ઘણી રાહત મળી ગઈ છે.