EPFO Interest Rate: બજેટ પહેલા સરકારની ભેટ, 7 કરોડ EPF ધારકો માટે સારા સમાચાર… હવે PF પર મળશે આટલું વ્યાજ

EPFO Interest Rate: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ના 7 કરોડ સભ્યો માટે ખુશીના સમાચાર છે. કેન્દ્રીય નાણા મંત્રાલયે EPFOના ડિપોઝિટ પર વ્યાજ દર વધારવાની મંજૂરી આપી છે.

EPF New Interest Rate

EPFOએ આ વર્ષે ફેબ્રુઆરીમાં નાણાકીય વર્ષ 2023-24 માટે વ્યાજ દર વધારીને 8.25% કરવાની જાહેરાત કરી હતી. હવે આ નવા વ્યાજ દરને નાણા મંત્રાલયે મંજુર કરી છે. અગાઉ આ વ્યાજ દર 8.15% હતો.

EPFOએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપતા જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2023-24 માટે EPF સભ્યોને 8.25% વ્યાજ મળશે. આ નવા દરો મે 2024માં જાહેર કરવામાં આવ્યા હતા.

EPFOએ સ્પષ્ટ કર્યું છે કે વ્યાજ દર ત્રિમાસિક રીતે નહીં પરંતુ વાર્ષિક રીતે જાહેર કરવામાં આવે છે. વાર્ષિક વ્યાજ દર સામાન્ય રીતે નાણાકીય વર્ષના અંતે અને પછીના નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જાહેર થાય છે.

નવા 8.25% વ્યાજ દરને મંજુરી મળ્યા પછી, આઉટગોઇંગ મેમ્બર્સને તેમના અંતિમ પીએફ સેટલમેન્ટમાં આ સુધારેલા દરે વ્યાજ મળવાનું શરૂ થઈ ગયું છે. EPFOએ 23,04,516 દાવાઓને 9260.40 કરોડ રૂપિયાની રકમનું વિતરણ કર્યું છે, જેમાં 8.25% ના તાજેતરમાં જાહેર કરેલા વ્યાજ દરનો સમાવેશ થાય છે.

Leave a Comment