first party and third party insurance difference in gujarati: કાર તો બધા પાસે હોય છે. આજકાલ કાર હોવી જરૂરી છે. લોકો પોતાના સ્ટૅટસને અપ બતાવવા માટે કાર રાખે જ છે. સામાની પરિવાર પણ કાર પ્રિફર કરે છે ત્યારે લોકો એ નથી જાણતા હોતા કે ફર્સ્ટ પાર્ટી અને થર્ડ પાર્ટી વીમા વચ્ચે શું તફાવત હોય છે. ચાલો જાણીએ કે આ બંને કેવી રીતે અલગ પડે છે. આ બંને વીમા અકસ્માત અથવા તો નુકસાનની સ્થિતિને રિકવર કરે છે. દરેક વાહન માલિકે આ બંને વચ્ચેનો તફાવત સમજે તે મહત્વનુ છે.
કાર વીમો શું છે?
કાર વીમો એ વાહનની માલિકીનું મહત્વનું પરિબળ છે. તે અકસ્માતો, ચોરી અથવા નુકસાન જેવા અણધાર્યા સંજોગો સામે નાણાકિય રક્ષણ પૂરું પાડે છે. સામાન્ય રીતે વીમા પોલિસીમાં ત્રણ પક્ષનો સમાવેશ થાય છે.
ફર્સ્ટ અને સેકન્ડ પાર્ટી વીમો શું છે?
વીમા કરારમાં જે વ્યક્તિ વીમો ખરીદે છે તેને પ્રથમ પક્ષ કહેવાય છે. પ્રથમ પક્ષ વીમાનું પ્રીમિયમ ચૂકવે છે જેથી તેને લાભ મળે છે. બીજી પાર્ટી એ વીમા કંપની છે જે વાહન માટે વીમો આપે છે. તેથી તે અકસ્માતની ઘટનામાં નુકસાનની ચુકવણી કરે છે.
થર્ડ પાર્ટી વીમો શું છે?
થર્ડ પાર્ટી પ્રથમ એન સેકન્ડ પાર્ટી સિવાય આની કોઈપણ હોય શકે. તે એક એવી પણ વ્યકતી હોય શકે છે જે પ્રથમ પાર્ટી વાહન ચલાવી રહ્યો હતો ત્યારે એ સમયે અસરગ્રસ્ત વ્યક્તિ હોય જેનો સેકન્ડ પાર્ટી દ્વારા વીમો લેવાયો હોય. કાર વીમાના અવકાશમાં બે પ્રાથમિક શ્રેણીઓ છે. ફર્સ્ટ પાર્ટી વીમો અને થર્ડ પાર્ટી વીમો બંને અલગ-અલગ હેતુ પૂરા પાડે છે.
ફર્સ્ટ પાર્ટી કાર વીમા વિશે મહત્વની વાત
ફર્સ્ટ પાર્ટીનો વીમો જેને વ્યાપક વીમા તરીકે પણ ઓળખાય છે. એક પોલિસી જે વીમાધારકના વાહનને થતાં નુકસાનને રિકવર કરે છે. આ વીમો અકસ્માત, નુકસાન, ચોરી, તોડફોડ સહિત કુદરતી આફતથી રક્ષણ આપે છે. આ વીમામાં મુખ્ય લક્ષણ છે વીમાધારક ડ્રાઈવરના તબીબી ખર્ચને કવર કરવું. જેમાં બિલની તકેદારી લેવાય છને અને પોલિસી જેમની છે તેમણૂ નાણાકીય બોજ ઘટાડવામાં આવે છે. આ સિવાય ફર્સ્ટ પાર્ટી વીમામાં ભાડાની કારની ક્ષતિ હોય કે પછી એન્જિન પ્રોટેક્ષન, રોડ સાઈડ સહાય, ઝીરો ડેપ્રીસીએશન, વાહનની અંદારી અવસ્તુઓના રક્ષણનો સમાવેશ થાય છે.