ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓ માટે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. 7મા પગાર પંચનો લાભ મેળવનારા રાજ્યના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો કરવામાં આવ્યો છે. આ વધારો 1 જાન્યુઆરી 2024થી લાગૂ કરવામાં આવશે.
કર્મચારીઓ અને નિવૃત્ત પેન્શનર્સને લાભ
આ નિર્ણયથી રાજ્યના 4.71 લાખ કર્મચારી અને 4.73 લાખ નિવૃત્ત કર્મચારીઓને લાભ થશે.
ત્રણ હપ્તામાં ચુકવણી
મોંઘવારી ભથ્થાની 6 મહિનાની રકમ (1 જાન્યુઆરી 2024થી 30 જૂન 2024) ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવશે:
- જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2024ના મહીનાની રકમ જુલાઈ 2024ના પગાર સાથે.
- માર્ચ અને એપ્રિલ 2024ની રકમ ઓગષ્ટ 2024ના પગાર સાથે.
- મે અને જૂન 2024ની રકમ સપ્ટેમ્બર 2024ના પગાર સાથે ચુકવાશે.
રૂ. 1129.51 કરોડની ચુકવણી
આ વઢત અને એરિયર્સ પેટે રાજ્ય સરકાર કુલ 1129.51 કરોડ રૂપિયાની ચુકવણી કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણયને અમલમાં લાવવા નાણાં વિભાગને જરૂરી આદેશો કરવામાં આવી રહ્યાં છે.