Diploma Admission Gujarat: હાલમાં સમગ્ર ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છવાયેલો છે ત્યારે તેની અસર બધીજ બાબતો પર પડી રહી છે. પછી તે સામાજિક હોય કે શૈક્ષણિક. તો હાલમાં આપણી પાસે શિક્ષણને લગતી જે માહિતી સામે આવી રહી છે તે જોઈએ તો ડિપ્લોમા એન્જીનરિંગમાં એડમિશન લેવા માંગતા વિદ્યાર્થીઑ માટે અગત્ય ની જાણકારી સામે આવી રહી છે.
ડિપ્લોમા એન્જિનિયરિંગના પ્રવેશ ની તારીખ માં ફેરફાર કરવામાં આવ્યો છે જે મુજબ પ્રથમ વર્ષ ડિપ્લોમા એન્જિનિયરિંગ ની પ્રવેશ પ્રક્રિયા તારીખ 13 જૂન 2024 સુધી લંબાવાય છે તેવી જ રીતે સર્ટિફિકેટ હોલ્ડર ટુ ડિપ્લોમા (C to D) એન્જિનિયરિંગ માટે બીજા વર્ષમાં સીધા પ્રવેશની રજીસ્ટ્રેશન પ્રક્રિયા ને 15 મે સુધી લંબાવાય છે તથા વર્કિંગ પ્રોફેશનલ માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા 24 જુન સુધી લંબાવાય છે.
અત્યાર સુધીમાં ડિપ્લોમા એન્જિનિયરિંગ માટે પ્રથમ વર્ષમાં 700થી વધુ વિદ્યાર્થીઓએ C To D માટે અને 1500થી વધુ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે જ્યારે પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ 24 જૂન 23 મે મોક રાઉન્ડ નું પરિણામ 24 થી 27 જૂન, 23 મે થી 27 મે ફાઇનલ મેરીટ લીસ્ટ; 1 જુલાઈ અને 30 મે પ્રથમ રાઉન્ડ; એલોટમેન્ટ 1 થી 5 જુલાઈ. 30 મે થી ત્રણ જૂન પ્રવેશ ફાળવણી, આ રીતની એડમિશન ની પ્રક્રિયા રહેશે.
જેના કારણે વિદ્યાર્થીઓ માટે અત્યંત જરૂરી છે અને અહીં ઉલ્લેખનીય બાબત એ પણ છે કે પહેલા ગુજરાત બોર્ડ દ્વારા એમ જણાવ્યું હતું કે ધોરણ 12 ની પરીક્ષાનું પરિણામ એપ્રિલના અંત સુધીમાં આપી દેવામાં આવશે કારણ કે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી 7મી એ છે જેના કારણે પરિણામ વહેલું આવી શકે પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે જે જેમ ગયા વર્ષે 12 મી મે ના દિવસે પરિણામ આવેલું એમ જ અથવા તો એનાથી પણ વધુ મોડું આવી શકે તેવી એક ધારણા પણ છે. ત્યારે ડિપ્લોમા એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને એક નક્કી કરેલ તારીખ પ્રાપ્ત થઈ ગઈ છે જેથી એ લોકો પોતાના પ્રવેશને લઈને જે કાંઈ પણ વિચારણા કે તૈયારી કરવાની હશે તો તે કરી શકશે અને પોતાના ભવિષ્યને લઈને યોગ્ય નિર્ણય લઇ શકશે.