HRA Hike News: ગુજરાતના સરકારી કર્મચારીઓને ટૂંક સમયમાં જ વધુ એક સારા સમાચાર મળશે. ગુજરાત સરકાર તેમના મોંઘવારી ભથ્થામાં 4 ટકાના વધારા બાદ, હવે ઘરભાડું ભથ્થું (HRA) વધારવાની યોજના પર વિચારણા કરી રહી છે.
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની સરકાર આ નવા વધારા અંગે ચર્ચા કરી રહી છે. 4 જુલાઈ 2024ના રોજ રાજ્ય સરકારે સાતમા પગારપંચનો લાભ મેળવતા કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 4 ટકા વધારાની જાહેરાત કરી હતી, જે 1 જાન્યુઆરી 2024થી લાગુ થાય છે.
મોંઘવારી ભથ્થામાં 4% વધારો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓ માટે 4 ટકા મોંઘવારી ભથ્થામાં વધારો કરી 4.71 લાખ કર્મચારીઓ અને 4.73 લાખ નિવૃત્ત પેન્શનર્સને લાભ આપ્યો છે.
એરિયર્સની ચુકવણી
મોંઘવારી ભથ્થાની 6 મહિનાના તફાવતની રકમ ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવશે:
- જાન્યુઆરી-ફેબ્રુઆરી 2024ની રકમ જુલાઈ-2024ના પગાર સાથે.
- માર્ચ-એપ્રિલ 2024ની રકમ ઓગસ્ટ-2024ના પગાર સાથે.
- મે-જૂન 2024ની રકમ સપ્ટેમ્બર-2024ના પગાર સાથે.
1129.51 કરોડ રૂપિયાની ચુકવણી
રાજ્ય સરકારે આ ચૂકવણી માટે કુલ 1129.51 કરોડ રૂપિયાનો બજેટ મંજૂર કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણયને અમલમાં મૂકવા નાણાં વિભાગે જરૂરી આદેશો આપ્યા છે.