gpsc ભરતી 2024: ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) એ ગઈકાલે મોટી ભરતીની જાહેરાત કરી છે. આરોગ્ય વિભાગમાં 1500 થી પણ વધુ જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે.
જીપીએસસી દ્વારા આરોગ્ય વિભાગ ની સૌથી મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં 1500 થી પણ વધુ જગ્યા ઉપર આગામી સમયમાં ભરતી કરવામાં આવશે. આ ભરતીમાં વર્ગ-૨ ના તબીબી અધિકારીઓ તેમજ વર્ગ એકના તજજ્ઞ ની જગ્યા ભરવામાં આવશે. આ ભરતીમાં તબીબી અધિકારી વર્ગ-૨ ની કુલ ૧૫૦૬ જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે. જ્યારે જનરલ સર્જન ની કુલ 200 જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ફિઝિશિયનની 227 જગ્યા જ્યારે ગાયનેકોલોજીસ્ટ ની કુલ 273 જગ્યા પર ભરતી કરવામાં આવશે. આ સાથે ESIS વીમા તબીબી અધિકારીની કુલ 147 જગ્યા આ ભરતીથી ભરવામાં આવશે. આ ભરતી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા જાહેર કરવામાં આવી છે.
જીપીએસસીની આ ભરતીમાં અરજી કરવા ઈચ્છતા ઉમેદવારો તારીખ 21 નવેમ્બર 2024 બપોરે 1:00 વાગ્યેથી 10 ડિસેમ્બર 2024 રાત્રિના 11:59:00 કલાક સુધી ઓનલાઇન અરજી કરી શકે છે.
ભરતી ને લગતી અગત્યની માહિતી જેમકે ઉમર, ઉંમરમાં છૂટછાટ, અનુભવ, પગાર ધોરણ, અરજી ફી, ઓનલાઈન અરજી કરવાની રીત, જાહેરાતની સામાન્ય જોગવાઈઓ જયભી માહિતી માટે https://gpsc-ojas.gujarat.gov.in પર જઈ ભરતીને લગતી વિગતવાર માહિતી મેળવી શકો છો.
gpsc ભરતી 2024
