GSEB Board Exam 2026: હવે હોલ ટિકિટ અને પરિણામમાં વિદ્યાર્થીનું નામ એક જ ફોર્મેટમાં, બોર્ડનો મોટો નિર્ણય

ગુજરાતમાં ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષાઓ શરૂ થવા હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. 26 ફેબ્રુઆરીથી પરીક્ષાનો પ્રારંભ થવાનો છે. આ દરમિયાન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.

આ વર્ષે પ્રથમ વખત હોલ ટિકિટ અને પરિણામમાં વિદ્યાર્થીનું નામ એકસરખા ફોર્મેટમાં દર્શાવવામાં આવશે.

હવે નામ આ રીતે લખાશે

આ વર્ષે GSEB દ્રારા નક્કી કરાયેલ નવા નિયમ મુજબ સૌપ્રથમ વિદ્યાર્થીનું નામ પછી પિતાનું નામ અને અંતમાં અટક આ ફોર્મેટમાં જ હૉલ ટિકિટ અને પરિણામ બંનેમાં રહેશે.

અગાઉ ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્વારા જે હોલ ટિકિટ અને પરિણામ આપવામાં આવતું હતું તેમાં પહેલા અટક જેવી વિદ્યાર્થીનું નામ અને છેલ્લે પિતાનું નામ આ પ્રમાણે લખવામાં આવતું હતું, અને ઘણી વખત જન્મ તારીખ ના દાખલા અને શાળા નોંધણી સમય જે નામ લખાવવામાં આવ્યું હોય તે હોલ ટિકિટ અને પરિણામના નામમાં તફાવત જોવા મળતો હતો જેના કારણે વિદ્યાર્થીઓને ડોક્યુમેન્ટ વેરીફિકેશન દરમિયાન ઘણી બધી મુશ્કેલીઓ પડતી હતી.

આ ફેરફાર કેમ જરૂરી છે?

gseb દ્વારા નક્કી કરાયેલા નામના સ્ટ્રક્ચરને કારણે હવે વિદ્યાર્થીની ઓળખ સરળ બનશે, ડોક્યુમેન્ટમાં ગેરસમજ નહીં રહે, કોલેજે અથવા યુનિવર્સિટીમાં એડમિશન અને સરકારી પ્રક્રિયામાં સરળતા રહેશે, નામની ગડબડને કારણે થતી ફરિયાદોમાં ઘટાડો થશે.

GSEB ધોરણ 10 અને 12 ની હોલ ટિકિટ કયારે આવશે?

સામાન્ય રીતે બોર્ડ પરીક્ષા માટે હોલ ટિકિટ પરીક્ષાના એક અઠવાડિયા પહેલા જ વિદ્યાર્થીઓને આપી દેવામાં આવે છે, જે અઠવાડિયાની શરૂઆતમાં વિદ્યાર્થીઓને મળી જાય તેવી સંભાવના છે.

હોલ ટિકિટ જાહેર થઈ ગયા પછી જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી વિદ્યાર્થીઓને આ હોલ ટિકિટ વિતરણ કરવામાં આવશે, જ્યારે વિદ્યાર્થીઓને હોલ ટિકિટ મળે ત્યારે વિદ્યાર્થીઓ પોતાનું નામનું ફોર્મેટ, નામમાં કોઈ સ્પેલિંગ મિસ્ટેક કે બીજી કાંઈ ભૂલ છે કે નહીં તે ચકાસવું, પરીક્ષાનું કેન્દ્ર, વિષય અને તારીખ, અને ફોટોગ્રાફ માં જો કોઈ પણ ભૂલ જણાય તો શાળાને તરત જ જાણ કરવી.

શું હોલ ટિકિટ અને પરિણામમાં નામ હવે એકસરખું રહેશે?

હા, બોર્ડના નવા નિર્ણય મુજબ બંનેમાં એક જ ફોર્મેટ રહેશે.

નવું નામ લખવાનો ક્રમ શું રહેશે?

સૌપ્રથમ વિદ્યાર્થીનું નામ, પછી પિતાનું નામ અને અંતમાં અટક.

જો હોલ ટિકિટમાં ભૂલ હોય તો શું કરવું?

વિદ્યાર્થીએ તરત શાળાને જાણ કરીને સુધારો કરાવવો.

વિદ્યાર્થીઓએ હોલ ટિકિટ મળ્યા બાદ તમામ વિગતો ધ્યાનપૂર્વક ચકાસવી જોઈએ. કારણ કે બોર્ડ પરીક્ષા માટે આ સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ છે.

Leave a Comment