Gujarat High Court Driver Recruitment 2025: ગુજરાતમાં સરકારી નોકરીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે એક સારા સમાચાર આવ્યા છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા અલગ અલગ જિલ્લાઓની કોર્ટમાં ડ્રાઇવરની જગ્યાઓ પર સીધી ભરતી કરવાની જાહેરાત કરી છે.
Gujarat High Court Driver Recruitment
| ઓર્ગેનાઈઝેશન | ગુજરાત હાઇકોર્ટ |
| કુલ જગ્યા | 86 |
| પોસ્ટનું નામ | ડ્રાઇવર |
| ફરજનું સ્થળ | અલગ અલગ જિલ્લામાં |
| અરજી પ્રક્રિયા | ઓનલાઈન |
| ભરતી નો પ્રકાર | કાયમી ભરતી |
| જરૂરી શૈક્ષણિક લાયકાત | ધોરણ 10 પાસ |
| સત્તાવાર વેબસાઈટ | hc-ojas.gujarat.gov.in |
| અરજી કરવાની લીંક | https://hc-ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=curr |
ગુજરાતમાં સહકારી નોકરીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે ખુશીના સમાચાર છે. ગુજરાત હાઇકોર્ટ માં અલગ અલગ જિલ્લાઓ ની કોર્ટમાં ડ્રાઇવરની જગ્યા માટે સીધી ભરતી કરવાની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી માં કુલ 86 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે અને લાયકાત ધરાવતો ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ ભરતીમાં સિલેક્ટ થનાર ઉમેદવારને દર મહિને ₹19,900 પગાર પેટે મળવા પાત્ર રહેશે.
ગુજરાત હાઇકોર્ટ ની આ ભરતીમાં અરજી કરવા માટે અરજી પ્રક્રિયા 16 મે 2025 થી શરૂ થઈ ગઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 6 જુન 2025 છે. જે પણ ઉમેદવાર અરજી કરવા માંગે છે તેને ગુજરાત હાઇકોર્ટ ની ઓફિશિયલ વેબસાઈટ hc-ojas.gujarat.gov.in પણ અરજી કરવાની રહેશે.
Gujarat High Court Driver Recruitment: શૈક્ષણિક લાયકાત અને ઉંમર મર્યાદા
ગુજરાત હાઇકોર્ટ ની આ ભરતી માં અરજી કરવા માટે ઉમેદવાર ઓછામાં ઓછું ધોરણ 10 પાસ હોવો જરૂરી છે. અને ઉંમરની વાત કરીએ તો ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષ ની વચ્ચે હોવી જોઈએ. આ સાથે સરકારના નિયમો અનુસાર જુદી જુદી કેટેગરી ના ઉમેદવારોને સરકારના નિયમો અનુસાર ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.
Gujarat High Court Driver Recruitment: અરજી ફી
ગુજરાત હાઇકોર્ટ ની આ ભરતીમાં જનરલ કેટેગરી વાળા ઉમેદવારોને ₹1,000 + બેંક ચાર્જ ચૂકવવાનો રહેશે. જ્યારે OBC, EWS, SC, ST અને એક્સ સર્વિસમેન એ ₹500 + બેંક ચાર્જ ચૂકવવાનો રહેશે. ઉમેદવારોએ અરજીથી ઓનલાઇન SBI e-Pay માધ્યમથી જ મા કરાવવાની રહેશે.
Gujarat High Court Driver Recruitment: સિલેક્શન પ્રોસેસ
ગુજરાત હાઇકોર્ટની આ ભરતીમાં ઉમેદવાર ની પસંદગી ચાર સ્ટેપમાં કરવામાં આવશે. જેમાં પહેલા તબક્કામાં લેખિત પરીક્ષા લેવામાં આવશે, બીજા તબક્કામાં ઉમેદવારનું ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવશે, ત્રીજા સ્ટેપમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે અને ચોથા સ્ટેજમાં મેડિકલ ચેકઅપ કરવામાં આવશે.
Gujarat High Court Driver Recruitment: અરજી પ્રક્રિયા
ગુજરાત હાઇકોર્ટની આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારો એ સૌથી પહેલા ગુજરાત હાઇકોર્ટની ઓફિસિયલ વેબસાઈટ hc-ojas.gujarat.gov.in પર જઈ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન કર્યા પછી અરજી ફોર્મ ફિલપ કરવાનું રહેશે અને જરૂરી દસ્તાવેજો ઓનલાઇન અપલોડ કરવાના રહેશે ત્યાર પછી એપ્લિકેશન ફ્રી ભરવાની રહેશે અને ત્યાર પછી અરજી સબમિટ કરવાની રહેશે.
ગુજરાત હાઇકોર્ટની આ ભારતીય રિલેટેડ વધુ માહિતી મેળવવા માટે ગુજરાત હાઇકોર્ટની ઓફિસિયલ વેબસાઈટ ચેક કરવાની ભલામણ કરવામાં આવે છે.