દરેક લોકોનું એક સ્વપ્ન હોય છે કે મારે એક પોતાનું ઘર હોય. આશિયાના માટે લોકો કેટ કેટલા સ્વપ્ન સજાવીને બેઠા હોય છે, પરંતુ આ મોંઘવારીના સમયમાં પોતાનું ઘર ખરીદવું ખૂબ મુશ્કેલ કામ છે. મધ્યમ વર્ગ માટે આ એક જીંદગીની ચેલેન્જ સમાન છે. ત્યારે આવા લોકોની મુશ્કેલીનું સમાધાન એટલે હોમ લોન. હોમ લોનને લીધે લોકોનું ઘર લેવાનું સ્વપ્ન પૂરું થાય છે. મેગા સિટી સહિત મોટા શહેરોમાં ઘર લેવું એટલે લોઢાંના ચણા ચાવવા સમાન વાત છે. ત્યારે બેંક લોકોને હોમ લોન આપીને તેમને મદદરૂપ થાય છે. ખાસ કરીને નોકરિયાત વર્ગને સરળતાથી હોમ લોન મળી રહે છે.
હોમ લોનના EMI સમયસર ન ભરવાથી થશે આ સ્થિતિ
હાલ ઝડપી લાઈફમાં ક્યારે શું ઘટે તેનું નક્કી હોતું નથી. એમાં પણ મધ્યમ વર્ગનો માણસ એક સાથે ઘણી જવાબદારી નિભાવતો હોય છે. એમની સામે અનેક પડકારો ઊભા હોય છે, એવ સમયે વચ્ચે કોઈ ઈમરજન્સી આવી જવી કે પછી જોબલેસ થવું એવ સંકટ પણ આવી જતાં હોય છે. એમની પાસે પહેલેથી એક સિકયોર મૂડી હોતી નથી. કે એમાંથી તે હપ્તાની રકમ ચૂકવી શકે. જેથી ક્યારેક સંજોગ એવા ઊભા થાય કે ગ્રાહક હોમ લોનનો હપ્તો નિયત સમયે ચૂકવી શકતો નથી. તો શું તમે જાણો છો કે, આ સ્થિતિમાં બેંક ગ્રાહકની કેટલી રાહ જોવે છે? હકિકતમાં હોમલોનના બદલામાં ગ્રાહકે ગેરેંટી તરીકે બેંકની પાસે કોઈપણ સંપતિને ગિરવે રાખવી પડતી હોય છે.
બેંક ઉઠાવે છે આ કદમ
જ્યારે કોઈ ગ્રાહક હોમ લોનનો હપ્તો ચૂકવવામાં સમર્થ નથી થતો, જે તે ગ્રાહકથી હપ્તો ચૂકી જવાય છે એવા સમયે બેંક તેની સામે કોઈ કદમ લેશે નહીં. પરંતુ જો ગ્રાહક સતત બે હપ્તા ચૂકવવામાં નિષ્ફળ નીવડે છે ત્યારે બેંક સૌ પ્રથમ તેને એક રિમાઇન્ડર મોકલશે. ત્યારબાદ ગ્રાહક એમને ધ્યાનમાં લેતું નથી અને ત્રીજો હપ્તાની પણ ચુકવણી કરતું નથી, તેને ચૂકી જાય છે તો બેંક ગ્રાહક સામે કાનૂની પગલાં લે છે. ગ્રાહકને બેંક તરફથી લીગલ નોટિસ ફટકારવામાં આવે છે.
હોમ લોનને લઈને RBI ની શું છે ગાઈડલાઇન ?
હોમ લોનેને લઈને RBI દ્વારા ચોક્કસ પ્રકારની ગાઈડલાઇન તૈયાર કરાયેલી છે. જે મુજબ જો ગ્રાહક દ્વારા લોનની ચુકવણી કરવામાં ન આવે તો બેંક પાસે પડેલી ગ્રાહકની પ્રોપર્ટીને વેચીને બેંક લોનની ભરપાઈ કરી શકે છે.
હરાજીની નોટિસ ક્યારે મોકલવામાં આવે છે ?
સતત ત્રણ મહિના સુધી ગ્રાહક લોનના હપ્તા મિસ કરે છે ત્યારબાદ પણ બેંક તરફથી ગ્રાહકને વધુ બે મહિનાનો સમય આપવામાં આવે છે. આ સમય દરમિયાન જો ગ્રાહક હપ્તાની રકમ ભરવામાં નિષ્ફળ નીવડે છે તો બેંક ગ્રાહકને તેની મિલકતની અંદાજિત કિંમત સાથે એક હરાજીની લીગલ નોટિસ મોકલી આપે છે. તેમ છતાં ગ્રાહક તરફથી કોઈ પગલાં લેવાતા નથી અને નોટિસ મળ્યા બાદ પણ એક મહિના સુધી હપ્તો ચૂકવાતો નથી ત્યારે બેંક આગળની કાર્યવાહી હાથ ધરે છે.
હપ્તો બાઉન્સ જાય તો ક્રેડિટ સ્કોર પર શું થાય છે અસર ?
જ્યારે ગ્રાહક છ મહિનાના સમયગાળા દરમિયાન લોનના હપ્તા ચૂકવવામાં અસમર્થ રહે છે ત્યારે બેંક ગ્રાહકને ડિફોલ્ટર તરીકે જાહેર કરે છે જેનાથી ગ્રાહકનો ક્રેડિટ સ્કોર ખરાબ થાય છે.
કોઈ વ્યક્તિ EMI ભરવા કેપેબલ ન હોય ત્યારે શું કરવું ?
જ્યારે પણ વિકટ સ્થિતિ ઉદ્દભવે અને ગ્રાહક હોમ લોનના હપ્તા ચૂકવવામાં નિષ્ફળ રહે છે ત્યારે તેમણે બેંકનો સંપર્ક કરવો જોઈએ. ત્યારબાદ ગ્રાહક પોતાની સમસ્યાને બેંકને જણાવીને EMI ચૂકવવા માટેની મુદ્દતને વધારી શકે છે અથવા તો મુલતવી રખાવી શકે છે. આ ઉપરાંત બેંક તરફથી હપ્તાની રકમ ઘટાડવામાં પણ મદદ મળી શકે છે.