NEET UG 2024: MBBS માટે NEET UG છે જરૂરી, કેટલા માર્કસ હોય તો મળશે સરકારી કોલેજમાં એડમિશન ?

NEET UG 2024 Result: Science માં B ગ્રૂપ રાખીને લાખો વિદ્યાર્થીઓ ડોક્ટર બનવાનું સપનું સેવતા હોય છે. આજે શેરીએ શેરીએ એક ક્લિનિક જોવા મળે છે. ડોક્ટર બનવા માટે લોકોની પડાપડી છે પણ આ રસ્તો એટલો સહેલો નથી. ડોકટર બનવું ખૂબ અઘરું છે.

ભારતીય મેડિકલ કોલેજમાં એડમિશન માટે NEET UG પરીક્ષા પાસ કરવી જરૂરી છે. NEET નું ફૂલ ફોર્મ છે National aligibility cum enterance test છે. મોટા ભાગે લોકો NEET ની પરીક્ષા MBBS માં પ્રવેશ મેળવવા માટે આપતા હોય છે. જો NEET UG માં ઓછા માર્કસ આવે તો વિદ્યાર્થીઓ BDS એટલે કે ડેન્ટલ કોર્સ માટે પણ અરજી કરી શકે છે.

આ વખતે 5 મે ના રોજ NEET ની પરીક્ષા યોજાઇ હતી. આ વખતે 24 લાખ વિદ્યાર્થીઓએ NEET UG ની પરીક્ષા આપી હતી. પ્રાઈવેટ કોલેજમાં એડમિશન લેવા માટે મસમોટું ડોનેશન આપવું પડે છે પણ સરકારી કોલેજમાં એડમિશન માટે NEET UG માં ઓછામાં ઓછા 50 ટકા માર્કસ હોવા જરૂરી હોય છે. જ્યારે SC/ST/OBC વર્ગના વિદ્યાર્થીઓ માટે 40 ટકા માર્કસ જરૂરી હોય છે.

NEET UG પાસ કર્યા બાદ આ ઇન્સ્ટીટ્યુટમાં મળી શકે છે એડમિશન

અખિલ ભારતીય કોટા હેઠળ 15% સીટ, એમ્સ, ખાનગી મેડિકલ કોલેજ, રાજ્ય કોટા હેઠળ 85% સીટ, JIPMER કોલેજ, ડીમ્ડ અને કેન્દ્રિય યુનિવર્સિટી અને ESIC અને AFMS.

Leave a Comment