Petrol Price In India: ભારતમાં પેટ્રોલના ભાવમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર 1 લીટર પેટ્રોલ પર કેટલો ટેક્સ વસુલે છે તેનું આખું ગણિત અહીં સરળતાથી સમજીએ.

અત્યારે હાલ મીડલિસ્ટમાં ચાલી રહેલ યુદ્ધના કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે ભારતમાં પણ પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2 થી 2.35 રૂપિયા પ્રતિ લીટરનો વધારો 20 માર્ચ 2026 થી લાગુ થયો છે. જો કે અહીં તમને જણાવી દઈએ કે સામાન્ય પેટ્રોલના ભાવમાં અત્યારે કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી.

પરંતુ સામાન્ય જનતા માટે સૌથી મોટો પ્રશ્ન એ છે કે સામાન્ય પરિસ્થિતિમાં પણ લોકો પ્રતિ લીટર 90 થી 100 રૂપિયા મા ખરીદતા આવે છે, તેમાં સરકારનો હિસ્સો કેટલો હોય છે? ચાલો આ સમગ્ર સરળ રીતે સમજીએ.

1 લીટર પેટ્રોલની કિંમતમાં કોણ કેટલું કમાય છે?

ભારતમાં પેટ્રોલના ભાવમાં અંદાજે 40% થી 50% સુધીનો ભાગ તો ફક્ત ટેક્સ જ હોય છે. જે તમે નીચે કોષ્ટક દ્વારા સરળતાથી સમજી શકો છો.

ઘટકપ્રતિ લિટર અંદાજિત રકમ
બેઝ પ્રાઇસ (ઓઇલ કંપની)₹52 – ₹56
કેન્દ્ર સરકાર એક્સાઇઝ ડ્યુટી₹19.90
રાજ્ય સરકાર વેટ₹15 – ₹25 (રાજ્ય મુજબ)
ડીલર કમિશન₹3.14 – ₹4.43
કુલ કિંમત (ઉદાહરણ: દિલ્હી)₹94.77 આસપાસ

સરકારને કેટલો ફાયદો થાય છે?

ભારતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો બંને પેટ્રોલ પર અલગ અલગ ટેક્સ વસૂલે છે.

કેન્દ્ર સરકાર પ્રતિ લિટર લગભગ ₹19.90 એક્સાઇઝ ડ્યુટી વસૂલે છે. જ્યારે રાજ્ય સરકાર વેટ (VAT) રૂપે ₹15 થી ₹25 સુધી વસૂલ કરે છે, જે શહેર પ્રમાણે બદલાય છે.

આ રીતે જોવામાં આવે તો એક લિટર પેટ્રોલ વેચાય ત્યારે સરકારને કુલ ₹35 થી ₹45 સુધીની આવક થાય છે. એટલે કે પેટ્રોલના ભાવમાં સૌથી મોટો ફાળો ટેક્સનો જ હોય છે.

ઓઇલ કંપની અને ડીલર કેટલું કમાય છે?

ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) રિફાઇનિંગ અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચને આધારે બેઝ પ્રાઇસ નક્કી કરે છે. સામાન્ય રીતે તે ₹52 થી ₹56 પ્રતિ લિટર હોય છે.

તેમનો નફો વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવ પર આધારિત રહે છે અને હાલમાં અંદાજે ₹10 થી ₹15 પ્રતિ લિટર માનવામાં આવે છે.

પેટ્રોલ પંપ ડીલરોને પ્રતિ લિટર ₹3.14 થી ₹4.43 સુધી કમિશન મળે છે, જે તેમના દૈનિક સંચાલન માટેની આવક છે.

પેટ્રોલના ભાવમાં વધારો કેમ થાય છે?

  • ક્રૂડ ઓઇલના આંતરરાષ્ટ્રીય ભાવમાં વધારો
  • રૂપીયા સામે ડોલરની કિંમતમાં ફેરફાર
  • કેન્દ્ર અને રાજ્ય સરકારના ટેક્સ
  • ટ્રાન્સપોર્ટેશન અને રિફાઇનિંગ ખર્ચ

આ તમામ પરિબળો મળીને અંતિમ ગ્રાહક સુધી પહોંચતા પેટ્રોલના ભાવ નક્કી કરે છે.

સામાન્ય ગ્રાહક માટે શું અર્થ થાય છે?

જ્યારે પેટ્રોલના ભાવ વધે છે ત્યારે તેનો સીધો પ્રભાવ સામાન્ય લોકોના ખર્ચ પર પડે છે. ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધતા તમામ વસ્તુઓ મોંઘી થાય છે.

મહત્વની વાત એ છે કે પેટ્રોલના ભાવમાં સરકારનો ટેક્સ સૌથી મોટો ભાગ ધરાવે છે, એટલે ભાવમાં ફેરફાર માટે સરકારની નીતિઓ પણ મહત્વપૂર્ણ બની જાય છે.

FAQ

ભારતમાં 1 લિટર પેટ્રોલ પર સરકાર કેટલો ટેક્સ વસૂલે છે?

ભારતમાં એક લિટર પેટ્રોલ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને અંદાજે ₹35 થી ₹45 સુધી ટેક્સ વસૂલે છે.

પેટ્રોલના ભાવમાં સૌથી મોટો ભાગ કોનો હોય છે?

પેટ્રોલના ભાવમાં સૌથી મોટો ભાગ સરકારના ટેક્સનો હોય છે, જે કુલ કિંમતનો 40% થી 50% સુધી હોય છે.

પેટ્રોલ પંપ માલિકને કેટલો નફો મળે છે?

પેટ્રોલ પંપ ડીલરને પ્રતિ લિટર લગભગ ₹3.14 થી ₹4.43 સુધી કમિશન મળે છે.