How much money can be kept in savings account?: આજના આ ડિજિટલ જમાનામાં હવે મોટા ભાગના લોકોના રૂપિયા બેન્કમાં જ જમા કરાવી ડેટા હોય છે હવે એ જમાનો ચાલ્યો ગયો કે પહેલા લોકો બેન્ક પર પણ વિશ્વાસ ન કરતાં હતા. એક અહેવાલ મુજબ દેશના લગભગ 80% રૂપિયા બેન્કિંગ સિસ્ટમમાં છે.
આજ ના આ ડિજિટલ જમાનામાં લોકો પોતાના રૂપિયા બેન્કમાં રાખતા થયા છે. પણ આવું કેમ છે? અને આટલો બેન્ક પર ભરોસો કેમ છે? લોકોને કારણે કે સરકારે ગ્રાહકો માટે નવા નવા નિયમો બનાવી બેન્કિંગ સિસ્ટમને ગ્રાહકો માટે સહેલી અને અનુકૂળ બનાવાઇ છે.
અત્યારે બધા લોકો સમજે છે કે બેન્કમાં ફક્ત રૂપિયા સુરક્ષિત જ નહીં પણ સાથે સાથે બેન્ક પર જમા કરાવેલ રૂપિયા પર વ્યાજ પણ મળે છે. અને કેટલાક લોકો પોતાની લાખોની કમાણી બેન્કના સેવિંગ અકાઉન્ટમાં જમા કારીદેતાં હોય છે. તેવામાં તમને એ પણ ખબર હોવી જોઈએ કે સેવિંગ અકાઉન્ટમાં કેટલા રૂપિયા જમા કરવી શકાય છે. તો ચાલો જાણીએ કે આ બાબતે RBIનો નિયમ શું કહે છે?
સેવિંગ એકાઉન્ટમાં કેટલા રૂપિયા રાખી શકાય?
આમ તો Savings Account માં રૂપિયા રાખવાની કોઈ લિમિટ હોતી નથી તમે જેટલા રૂપિયા રાખવા માંગો છો તે રાખી શકો છો. અમે તમને એવા જણાવી દઈએ કે તમે જે પણ રૂપિયા બેંકમાં જમા કરાવો છો તે રૂપિયા ઇન્કમટેક્સ ના દાયરામાં આવતા હોવા જોઈએ. જમા કરેલ તમામ રૂપિયા ની વિગત તમારા પાસે હોવી જોઈએ. અને જે પણ રૂપિયા તમારા ખાતામાં જમા કર્યા હોય તેનો અધિકારિક રીતે આ માહિતી Income Tax Departmentને આપવી પડે છે. તેની સાથે જ કમાણીનો સ્ત્રોત પણ બતાવો પડે છે.
જો તમે એક ફાઇનાન્સિયલ ઇયરમાં દસ લાખથી વધુ રૂપિયા બેંકમાં જમા કરાવો છો તો તેની જાણકારી તમારે ઇન્કમટેક્સ વિભાગની દેવાની હોય છે. જે ઇન્કમટેક્સ રિટર્ન કરતી વખતે આ તમામ આવક દેખાડવાની થાય છે.
આ સાથે જ દસ લાખ રૂપિયાની લિમિટ એ Fixed Deposit માં કેસ ડિપોઝિટ કરતી વખતે, Mutual fundમાં રોકાણ કરતી વખતે, બોન્ડ અને શેરમાં રોકાણ કરતી વખતે પણ લાગુ પડે છે.
જો તમે એક ફાઇનાન્સિયલ વર્ષ દરમિયાન દસ લાખ રૂપિયાથી વધુ તમારા બેન્ક એકાઉન્ટમાં જમા કર્યા છે તો ઇન્કમટેક્સ વિભાગ આ રૂપિયાનું પુરો રિપોર્ટ તમારા પાસેથી માંગી શકે છે. અને જો તમે આપેલા જવાબો થી સંતુષ્ટ થાય છે તો પણ તે ચેક કરી શકે છે અને જો આ ચેકિંગમાં પકડાઈ જાઓ છો તો તમને મોટો દંડ પણ ભરવો પડશે. ઇન્કમટેક્સ વિભાગમાં જમા કરેલ રકમ પર અંદાજે 60% ટેક્સ, 25% સર ચાર્જ અને 4 વત્તા બાકીનો ટેક્સ લાદી શકે છે.
સેવિંગ એકાઉન્ટમાં પૈસા રાખવા યોગ્ય છે કે નહીં?
અમે તમને બતાવી દઈએ કે સેવિંગ એકાઉન્ટમાં મોટી રકમ રાખવાનો કોઈ મતલબ રહેતો નથી. તેનાથી સારો રસ્તો એ છે કે તે રૂપિયા તમે શેર બજાર અથવા તો મ્યુચ્યુઅલ ફંડમાં રોકી શકો છો જ્યાંથી તમને સારું એવું રિટર્ન મળી શકે છે. અને જો તમે તમારા રૂપિયાનું જોખમ લેવા ન ઇચ્છતા હોય તો તમારા રૂપિયાને બેંકમાં જમા રાખી શકો છો. અને તેની સાથે જ તમારી બ્રાન્ચમાં જ તમે તે રૂપિયાનું ફિક્સ ડિપોઝિટમાં પણ રોકી શકો છો. આમ કરવાથી તમારા રૂપિયા પણ સુરક્ષિત રહેશે અને તેના પર સારું એવું વ્યાજ પણ મળશે.