How to check your name in the voter list: મતદાર યાદીમાં તમારું નામ છે? કે નહીં અહીથી ચેક કરો

Lok Sabha Elections 2024 Gujarat: મત આપવા માટે, દરેક મતદાર પાસે ભારતના ચૂંટણી પંચ (ECI) દ્વારા જારી કરાયેલ માન્ય Voter Identity Card હોવું આવશ્યક છે.

ગુજરાત લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાનું મતદાન 7 મેના રોજ થવાનું છે. જો તમે આ તબક્કામાં મતદાન કરવાનું વિચારી રહ્યા છો, તો ખાતરી કરો કે તમારું નામ મતદાર યાદીમાં છે. જો એવું નથી, તો તમે મત આપી શકશો નહીં. તમારું નામ ઑનલાઇન તપાસવાની અહીં કેટલીક સરળ રીતો આપેલી છે.

How to check your name in the voter list/electoral roll

મત આપવા માટે, દરેક મતદાર પાસે ભારતના ચૂંટણી પંચ (ECI) દ્વારા જારી કરાયેલ માન્ય મતદાર ઓળખ કાર્ડ હોવું આવશ્યક છે. તમારું નામ મતદાર યાદીમાં છે કે નહીં તે કેવી રીતે ચકાસવું તે અંગેની માર્ગદર્શિકા અહી આપેલ છે:

  1. સૌપ્રથમ electoralsearch.eci.gov.in પર જાઓ.
  2. મતદાર યાદીમાં તમારું નામ છે કે નહીં તે ચેક કરવા માટે તમારા સામે ત્રણ વિકલ્પ સામે આવશે.
  3. પહેલો વિકલ્પ Search by EPIC એટલે કે EPIC નંબર વડે ચેક કરી શકો છો.
  4. બીજો વિકલ્પ Search by Details જેમાં તમે પોતાની અંગત માહિતી ભરતીને ચેક કરી શકો છો.
  5. ત્રીજો વિકલ્પ Search by Mobile નંબર છે. જેમાં તમારો રજિસ્ટર્ડ નર્બર દાખલ કરી ને પણ ચેક આકરી શકો છો.

તમારું નામ મતદાર યાદીમાં છે? કે નહીં તે SMS દ્વારા પણ ચેક કરું શકો છો

તમારી મતદાર નોંધણીની સ્થિતિ તપાસવા અને SMS નો ઉપયોગ કરીને તમારું મતદાન મથક શોધવા માટે, આ પગલાં અનુસરો:

  1. તમારા મોબાઇલ ફોન પર મેસેજિંગ એપ્લિકેશન ઓપન કરો.
  2. નવો SMS ક્રિએટ કરો જેમાં ‘EPIC’ પછી સ્પેસ અને પછી તમારો મતદાર ID કાર્ડ નંબર દાખલ કરો (જે EPIC નંબર તરીકે પણ ઓળખાય છે).
  3. આ Text SMS 9211728082 અથવા 1950 પર મોકલો.
  4. SMS મોકલ્યા પછી, તમને તમારા ફોન પર 1 SMS પ્રાપ્ત થશે. આ મેસેજ તમારો પોલિંગ સ્ટેશન નંબર બતાવશે અને કન્ફર્મ કરશે કે તમારું નામ મતદાર યાદીમાં છે કે નહીં.
  5. જો તમારી વિગતો ચૂંટણી ડેટાબેઝમાં મળી નથી, તો તમને ‘કોઈ રેકોર્ડ મળ્યો નથી’ એવો SMS આવશે.

આ પદ્ધતિનો ઉપયોગ કરીને, તમે તમારા મતદાર નોંધણીની વિગતોને ઝડપથી ચકાસી શકો છો અને તમારા ફોનથી જ તમારા સોંપેલ મતદાન મથકને જાણી શકો છો.

Leave a Comment