How to Reduce Electricity Bill Tip: જ્યારે ગરમીની સિજન આવે છે ત્યારે ધારોમાં વપરાસ થનાર ઉપકરણોમાં વધારાના ઉપકરણોનો ઉપયોગ વધી જાયય છે. જેના કારણે લાઇટ બિલ પણ વધુ આવે છે.
જો તમારું પણ ઉનાળાની સિજનમાં લાઇટ બિલ વધુ આવે છે? અને શું તમે તેનાથી છુટકારો મેળવવા ઈચ્છોતા હોય તો અમે તમારી સાથે કેટલીક ટિપ્સ આપીશું જેનાથી તમારું લાઇટ બિલ ઓછું થઈ જશે. આ સિવાય અમે 3 ઉપકરણ વિષે પણ જણાવશું જે આપના ઘરમાં સૌથી વધુ લાઇટનો ઉપયોગ કરે છે. અને જો તમે તેમાં થોડો ફેર બદલ કરો તો લાઇટ બિલની બચત થઈ શકે છે. તો જાણીએ આ ત્રણ દિવાઇઝ વિશે.
ઇલેક્ટ્રિક ચીમની (Electric chimney)
અત્યારે નવા મોટા ભાગના ઘરોમાં ઇલેક્ટ્રિક ચીમનીનો ઉપયોગ થતો હોય છે. જ્યારે પણ તમે રસોડામાં જમવાનું બનાવો છો ત્યારે ચીમનીનો ઉપયોગ થતો જ હોય છે. એવામાં તમે જ્યારે ચીમની ખરીદો છો ત્યારે તમારે કેટલીક વાતનું ધ્યાન રાખવું જરૂરી છે. જો તમારા ઘરમાં લાગેલ ઇલેક્ટ્રિક ચીમની સારી કંપનીની અને સારી કોલીટીની હશે તો પણ તમારા લાઇટ બિલમાં બચાલ થશે. તેવામાં તમારે આ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ જેથી વીજળીનું બિલ વધુ ન આવે.
એર કન્ડીશનર Air Conditioner (AC)
ગરમીની સિઝનમાં આપણા ઘરમાં સૌથી વધુ ઉપયોગ ACનો થતો હોય છે જે લાઈટ બિલ વધારે આવવાનું મુખ્ય કારણ છે. તેવામાં જો તમે લાઈટ બિલ ઓછું આવે તેવું વિચારી રહ્યા હોય તો તમારે સૌથી પહેલા ACમાં બદલાવ કરવો પડશે. સૌથી પહેલા તમારે તમારા ઘરમાં Inverter AC લગાવવું જોઈએ જે લાઈટ બિલ બચાવવાનો સૌથી સહેલો ઉપાય છે.
મોટાભાગના 3 સ્ટાર Inverter AC એક સામાન્ય એસી કરતા 15% સુધી લાઈટ બિલ ની બચત કરે છે. જ્યારે ફાઇવસ્ટાર ઇન્વર્ટર એસી 25% જેટલું લાઈટ બિલની બચત કરે છે.
કુલર (Cooler)
જ્યારે પણ આપણે કુલર લેવા જઈએ છીએ ત્યારે કુલરની સ્પેસિફિકેશન વિશે આપણે ધ્યાન આપતા નથી હોતા. પરંતુ તે ખૂબ જ અગત્યનું છે. તો તમે પણ કુલર ખરીદવાનું વિચારી રહ્યા હોય તો અમે તમને જણાવી દઈએ કે કુલર ના કારણે પણ લાઈટ બિલ વધુ આવે છે.
તેવામાં જ્યારે પણ તમે કુલર ખરીદવા માટે બજારમાં જાવ છો ત્યારે તેમાં પણ એર કન્ડીશનર ની જેમ કેટલીક કંપનીઓ લાઈટ બિલ સેવિંગ કરતા કુલર પણ બનાવતી હોય છે. તે કુલર લેવાથી પણ તમારું લાઈટ બિલ ઓછું આવી શકે છે. માટે જ્યારે પણ તમે કુલર લેવા જાવ છો ત્યારે જો એ વિચારીને ખરીદી કરવી જોઈએ.