શું તમે જાણો છો, માણસોની સ્કિનનો કલર કેમ અલગ અલગ હોય છે?

human skin color difference: પહેલાની જેમ આજે વર્ણભેદ રહ્યો નથી. પહેલાના સમયમાં ખાસ કરીને અંગ્રેજોએ જ્યારે ભારત આવ્યા ત્યારે તેઓ કાળા-ગોરા વચ્ચે બહુ ભેદભાવ રાખતા. ત્વચાનો કલર કુદરતી હોય છે. તે ઈશ્વરની જ દેન હોય છે. તેમ છતાં ગોરા રંગથી લોકો વધારે પ્રભાવિત થતાં હોય છે. ત્યારે હવે પ્રાશ એ છે કેદ લોકોની ત્વચાનો રંગ અલગ અલગ કેમ હોય છે? ચાલો જાણીએ ત્વચાના રંગ વિશે આ ખાસ વાત.

છેલ્લા ઘણા વર્ષોથી દુનિયાભરમાં રંગના આધારે ખૂબ ભેદભાવ કરવામાં આવે છે. આજે ભલે લોકો નસ્લભેદને ખોટું ગણે છે, સમાન્યતઃ લોકો એમ પણ કહી દે છે કે માણસે રંગ નહીં પણ સ્વભાવ જોવો જોઈએ પણ તેમ છતાં ક્યાંક ને ક્યાંક લોકો ગોરા રંગથિહ પ્રભાવિત થાય છે. તમે જૈની હેરાન રહી જશો કે, એક સમયે દુનિયાના તમામ માણસોનો રંગ કાળો હતો. માનવ સભ્યતાની શરૂઆત જ કાળા રંગથી થઈ હતી પરંતુ, આજે ભિન્ન ભિન્ન દેશમાં અલગ-અલગ રંગના લોકો જોવા મળે છે. ભારતમાં પણ તમે જોઈશકો છો કે નોર્થ ઈન્ડિયા અને સાઉથ ઈન્ડિયાના લોકોના સ્કિન કલરમાં પણ અંતર જોવા મળે છે.

આજથી લગભગ અઢી ત્રણ લાખ વર્ષ પહેલા આફ્રિકામાં માનવ સભ્યતાનો વિકાસ થયો હતો. ઈક્વેટરની પાસે માનવ સભ્યતાએ જન્મ લીધો હતો અને તે સમયે માણસોનો રંગ ડાર્ક બ્લેક હતો. હકિકતમાં ડાર્ક કલર તેમણે આફ્રિકાની ગરમીને સહન કરવા માટે મદદરૂપ હતો અને તે આરામથી કાળજાળ ગરમીમાં ઘૂમીને શિકાર કરતાં હતા. ડાર્ક કલર હકિકતમાં ત્વચાને સૂર્યના કિરણોથી રક્ષણ આપવામાં મદદ કરતો હતો.

માણસોની ત્વચાના કાળા રંગ માટે મેલેનિન નામનું રંગદ્રવ્ય જવાબદાર છે. અગર માણસોમાં મેલેનિન રંગદ્રવ્ય ન હોય અને તે એક એવા રિજનમાં રહે જ્યાં દિવસભર સૂર્યની તેજ કિરણો પડતાં હોય તો એના શરીરમાં રહેલો ફોલેટ ડેમેજ થઈ શકે છે. ફોલેટને બચાવવા માટે શરીરમાં મેલેનિનનું હોવું ખૂબ જરૂરી હોય છે. ફોલેટના કારણે આપણા શરીરમાં સેલ ડિવિઝન થાય છે. જો ફોલેટને નુકસાન થાય છે, તો કોષોનું વિભાજન યોગ્ય રીતે થતું નથી અને શરીરના વિકાસને અસર થાય છે.

Join Our WhatsApp Channel

Leave a Comment

VIએ ગુજરાતના 4 સિટીમાં 5G સેવા સારું કરી, જાણો કયા શહેરમાં मेघा शुक्ला का बोल्ड साड़ी फोटोशूट Met Gala 2025: કિયારા આડવાણી બેબી બંપ સાથે રેડ કાર્પેટ પર, ઇતિહાસ રચાયો એક જ ગોત્રમાં લગ્ન કેમ ન કરવા? જાણો વૈજ્ઞાનિક કારણ દીકરીના લગ્ન કે અભ્યાસ માટે PF એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવાની સરળ રીત