Income Tax Return File: આવકવેરામાં જરૂરી ફોર્મ-16 શું હોય છે ? IT રિટર્ન ફાઇલ કરવા માટે તેનો શું રોલ હોય છે?

Income Tax Form 16 In Gujarati: નાણાકીય વર્ષ 2024-25 શરૂ થઈ ચૂક્યું છે ત્યારે દરેક ઇન્કમ ટેક્સ પેયરે પોતાનું ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું પડશે. નોકરિયાત વર્ગને ઓફિસ માંથી ફોર્મ મેળવવાનું હોય છે. પરંતુ ફોર્મ-16 વગર પણ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરી શકાય છે. એના માટે શું કરવાનું હોય તે ચાલો જાણીએ. નોકરિયાત વર્ગને કર ચૂકવવાનું સરળ બનાવવા માટે ફોર્મ-16 જારી કરવામાં આવે છે.

પગાર માંથી કાપવામાં આવેલા TDS નું પ્રમાણપત્ર એટલે ફોર્મ-16. TDS એટલે ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ. ફોર્મ-16 માં એડવાન્સ ટેક્સની માહિતી હોય છે. આ ઉપરાંત બચત, ભાડું, લોન વગેરેની વિગતો તેમજ વિમાની વિગતો હોય છે.

શું તમે જાણો છો ફોર્મ-16 વગર પણ તમારું ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરી શકો છો. જો તમારી પાસે ફોર્મ-16 નથી તો તમારે બીજું કઈ કરવાની જરૂર નથી. એ માટે ઇન્કમ ટેક્સ વિભાગની સાઇટ પરથી ફોર્મ-26 AS, AIS અથવા TIS પ્રમાણપત્ર મેળવીને ટેકસની ગણતરી કરી શકાય છે. એના માટે સેલેરી સ્લીપ, બેંક સ્ટેટમેન્ટ, બેંકનું TDS પ્રમાણપત્ર, મકાન ભાડાનો પુરાવો જેવા ડોકયુમેંટ્સ જરૂરી હોય છે.

ફોર્મ-16 એ એક TDS પ્રમાણપત્ર હોય છે, જે તમામ કરપાત્ર આવક પર કપાત કરાયેલા વિવિધ કરની યાદીને સમાવે છે. ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા માટે તે સૌથી જરૂરી દસ્તાવેજ છે. ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ઇન્કમ ટેક્સ ફાઈલ કરવા માટે તમારી પાસે પાન કાર્ડ, આધાર કાર્ડ, ફોર્મ 16, બેંક ખાતાની વિગતો અને અન્ય આવકના પુરાવા હોવા અતિઆવશ્યક હોય છે. ઇન્કમ ટેક્સ ફાઈલ કરવા માટે પાન અને આધારની લિંક હોવી પણ ખૂબ જરૂરી છે. આ ઉપરાંતઈ-મેલ આઈડી પણ આવકવેરા વિભાગમાં નોંધાયેલું હોવું જોઈએ.

ફોર્મ 16 એ દસ્તાવેજ છે જેના દ્વારા કર્મચારીઓને કરપાત્ર આવકનો તમામ હિસાબ મળતો હોય છે. કેટલાક કર્મચારીઓનો પગાર આવકવેરાના દાયરામાં આવતો હોતો નથી. આવી પરિસ્થિતિમાં કંપની તેમના માટે ફોર્મ 16 જારી કરતી હોતી નથી. ત્યારે જો કર્મચારીઓ ઇન્કમ ટેક્સ ફાઇલ કરવા માંગતા હોય, તો તેઓ ફોર્મ 16 વિના પણ કરી શકતા હોય છે.

Leave a Comment