Indian Army College: બાળકોના ભાવિ ભવિષ્ય માટે પેરેન્ટ્સ હંમેશા ચિંતિત હોય છે. ધોરણ 12 એ કરિયર અને ભવિષ્ય નક્કી કરવા માટેનું મહત્વનું વર્ષ હોય છે. કેમ કે 12 માં ધોરણ પછી જ નક્કી થતું હોય છે કે ક્યાં ફિલ્ડમાં જવું. મોટા ભાગના પેરેન્ટ્સ ઈચ્છે છે કે તેમનું બાળક 12 પછી મેડિકલમાં અભ્યાસ કરે. તેના માટે NEET ની પરીક્ષા પાસ કરવી જરૂરી હોય છે.
NEET મેડિકલ સેક્ટરનો એન્ટ્રી ગેટ હોય છે. તેના વગર મેડિકલમાં પ્રવેશ શક્ય નથી. પરંતુ જો તમે NEET પાસ કરી શકતા નથી તો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર રહેતી નથી. કારણ કે, અમે આજે એક એવી કોલેજ વિશે જણાવવાના છીએ જ્યાં NEET ની પરીક્ષા પાસ કર્યા વગર પ્રવેશ મળી જશે. જો આ કોલેજમાં એડમિશન મળી જાય તો 100 ટકા નોકરીની ગેરેન્ટી છે. આ કોલેજનું નામ છે ARMY COLLEGE OF NURSHING છે. NEET ની પરીક્ષાથી તો મેડિકલમાં એડમિશન મળે જ છે પરંતુ આર્મી કોલેજમાં પ્રવેશ માટે NEET ની જરૂર રહેતી નથી.
જાણો કોલેજ વિશે
આર્મી કોલેજ ઓફ નર્શિંગમાં 8 સેમેસ્ટર એટલે કે ચાર વર્ષનો Bsc નર્શિંગ ડિગ્રી કોર્સ છે. આ કોલેજની સ્થાપના સેનાની મહિલાઓ માટે આમ તો કરાઇ હતી. Indian Neavy and Indian Air Force માટે પ્રત્યેક વિભાગ માટે એક સીટ અનામત છે. આ કોલેજ AWES હેઠળ કામ કરે છે. આ સંસ્થા 137 આર્મી પબ્લિક સ્કૂલોનું સંચાલન કરે છે.
કોલેજમાં એડમિશન માટે લાયકાત
આ કોલેજમાં એડમિશન મેળવવા માટે ઓછામાં ઓછા 45 ટકા માર્કસ સાથે માન્ય સંસ્થામાંથી ફિઝીક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી વિષય સાથે ધોરણ 12 પાસ હોવું જોઈએ. તે માટે Indian ARMY, NEAVY, AIR FORCE ના કર્મચારીઓની દીકરી માટે એક-એક સીટ અનામત હોય છે.
Indian Army College Of Nurshing માં આ રીતે મળશે પ્રવેશ
આ કોલેજમાં પ્રવેશ માટે Army College Of Nurshing, જાલંધર કેંટ દ્વારા 30 જૂન 2024 ના રોજ ઓનલાઈન પ્રવેશ પરીક્ષા યોજાશે. આ માટે આખા દેશના બંને કેન્દ્રો ACN એટલે કે, આર્મી ઇન્સ્ટીટ્યુટ ઓફ નર્શિંગ, ગુવાહાટી માટે OAT સંયુક્ત ઓનલાઈન પરીક્ષા યોજવામાં આવશે. જો આ પરીક્ષા ઉમેદવાર પાસ ન કરે તો તેને એડમિશન મળતું નથી.