આ એક એવી મહિલાની કહાની છે જે મૂળ ભારતીય અને અત્યારે અમેરિકા રહે છે તેમણે 80 લાખની સ્ટુડન્ટ લોન ફક્ત એક વર્ષમાં જ ચૂકવી દીધી છે. જે લોકોને પોતાની આર્થિક જિમ્મેદારી અને આત્મનિર્ભતાની શીખ આપે છે.

અમેરિકામાં રહેતી એક ભારતીય મહિલાની કહાની હાલ ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહી છે. આ મહિલાએ માત્ર એક વર્ષમાં જ એક લાખ અમેરિકન ડોલર જે અંદાજે 80 લાખ ની સ્ટુડન્ટ લોન સંપૂર્ણ ચૂકવી દીધી છે. જેની આ સિદ્ધિ હજારો લોકોને પ્રેરણા આપી રહી છે.

મહિલાએ પોતાના instagram હેન્ડલ પર એક વિડીયો પોસ્ટ કર્યો જેમાં જણાવ્યું કે તે પોતાના માતા-પિતા માટે આર્થિક બોજ બનવા માંગતી નહોતી. અને આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે વિદેશમાં અભ્યાસ કરવો એ ખૂબ જ મોંઘુ હોય છે અને મોટાભાગના લોકો પોતાનો અભ્યાસ લોન લઈને જ પૂર્ણ કરે છે. આવી પરિસ્થિતિમાં તેણે નક્કી કર્યું કે શક્ય તેટલી વહેલી તકે પોતાની લોન ચૂકવી દેશે.

કેવી રીતે ચૂકવી 80 લાખની લોન?

આ મહિલાએ પોતાના રોજિંદા જીવનમાં બહુ મોટા ફેરફારો કર્યા અને ફીઝુલ ખર્ચ કરવાનું સંપૂર્ણપણે બંધ કરી દીધું. આ મહિલાએ માત્ર જરૂરી ખર્ચ પર જ ધ્યાન આપ્યું અને બચત વધારવા પર ફોકસ કર્યું.

તે મહિલા એક નોકરી તો કરી જ રહી હતી પરંતુ તેમની આવકમાં વધારો કરવા માટે ફ્રી ટાઈમ માં પાર્ટ ટાઈમ જોબ પણ શરૂ કરી. તેમાંથી જે પણ આવક થતી હતી તેનો મોટો હિસ્સો લોન ચૂકવવામાં વાપરતી હતી.

અસરકારક પ્લાનિંગ અને ડિસિપ્લિનનો મહત્વનો ભાગ

મહિલા એ દર મહિને બજેટ બનાવ્યું અને તે મુજબ જ ખર્ચ કર્યો તેણે પોતાના દરેક ખર્ચ અને બચતનો વિગતવાર હિસાબ રાખ્યો જેના કારણે તેને ક્યાં ખર્ચ ઘટાડવો જોઈએ તે સમજવામાં સરળતા રહી.

તે પોતાની લોન ચૂકવવા માટે એટલી બધી કટિબદ્ધ હતી કે તેમણે થોડા સમય માટે પોતાની નાની નાની ખુશીઓ પણ ત્યજી દીધી તેનું સંપૂર્ણ ધ્યાન માત્ર એક જ લક્ષ્ય પર હતું શક્ય તેટલી વહેલી તકે લોન ચૂકવવી.

મહિલાના કહેવા મુજબ તે લાંબા સમય સુધી આર્થિક દબાણ હેઠળ જીવવા માંગતી નહોતી. તેને લાગતું હતું કે લોનનું બોજ તેના અને તેના પરિવાર માટે તણાવજનક બની શકે છે.

આ કારણે તેણે પોતાને કડક નિયમોમાં બાંધીને મહેનત કરી અને માત્ર એક વર્ષમાં આખું લોન ચૂકવી દીધી.

આ કહાની સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને ઘણા લોકો તેને પ્રેરણાદાયી ઉદાહરણ તરીકે જોઈ રહ્યા છે. કેટલાક લોકોનું કહેવું છે કે એટલી મોટી રકમ એટલા ઓછા સમયમાં ચૂકવવી સહેલી નથી અને તેના માટે ખૂબ મજબૂત ઇચ્છાશક્તિ જરૂરી છે.

શું શીખ મળે છે આ કહાનીમાંથી?

આ કહાની દર્શાવે છે કે યોગ્ય પ્લાનિંગ, કડક મહેનત અને સ્પષ્ટ લક્ષ્ય હોય તો કોઈપણ મોટું કાર્ય શક્ય બની શકે છે. આ માત્ર લોન ચૂકવવાની કહાની નથી, પરંતુ આત્મનિર્ભરતા અને જવાબદારીની મજબૂત મિસાલ છે.