Jioનો નવો ધમાકેદાર પ્લાન લોન્ચ, યુઝર્સને મળશે 200GB ડેટા, 90 દિવસની વેલીડીટી, જાણો કિંમત

રિલાયન્સ જિયો એ પોતાના સબસ્ક્રાઈબરો માટે ખૂબ જ સસ્તો અને ફાયદાકારક પ્લાન લોન્ચ કર્યો છે. વપરાશ કરતાને ધ્યાને લઈ પોતાના જુના રિચાર્જ પ્લાનની સાથે આ એક નવો રિચાર્જ પ્લાન્ટ સામેલ કર્યો છે. આ પ્લાનમાં સબ્સ્ક્રાઇબરો ને ધમાકેદાર ડેટા પ્લાન અને જિયો ના બધા પ્લાનની જેમ અનલિમિટેડ કોલિંગ ઓફર કરવામાં આવી રહ્યું છે. સાથે જણાવી દઈએ કે આ પ્લાન બંડલ પેક ઓફર કરે છે.

ટેલિકોમ સેક્ટરમાં Reliance Jio દેશી સૌથી મોટી કંપની છે. દેશભરમાં 45 કરોડથી પણ વધુ લોકો રિલાયન્સ ટેલીકોમ સાથે જોડાયેલા છે અને તેમની સર્વિસ નો લાભ લઈ રહ્યા છે. આ કંપની અલગ અલગ ગ્રાહકોને ટાર્ગેટ કરી અલગ અલગ ઓફર્સ અને પ્લાન લોન્ચ કરે છે. જે લોકો પોતાના અનુકૂળતા પ્રમાણે પ્લાન સબસ્ક્રાઇબ કરે છે. યુઝર્સ જ્યારે ડેટા પ્લાન્ટ રિચાર્જ કરાવવાની વાત આવે ત્યારે વેલીડીટી, વોઈસ કોલ, નેટવર્ક અવેલેબિલિટી ખાસ કરી ને 5G Network અને સાથે મળતા અન્ય લાભો ને ધ્યાને લઈ રિચાર્જ કરાવતા હોય છે.

અમે તમને જણાવી દઈએ કે reliance jio હંમેશા ગ્રાહકોની ઓછી કિંમતમાં વધુ બેનિફિટ આપવા માટે જાણીતું છે. રિલાયન્સ જિયો ફક્ત મોંઘા રિચાર્જ પ્લાન જ નહીં પણ ગરીબ અને નાના તબક્કાના યુઝર્સને ધ્યાને લઈ સસ્તા પ્લાન પણ ઓફર કરે છે. અને આ જ વાત ધ્યાને લઈ રિલાયન્સ જોઈએ એક નવો રિચાર્જ પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાન એવા લોકો માટે છે કે જેઓ ની જરૂરિયાત ઇન્ટરનેટ ડેટા છે. તો ચાલો જાણીએ જિયોના આ નવા પ્લાન વિશે.

રિલાયન્સ જિયોનો સૌથી ધમાકેદાર પ્રીપેડ પ્લાન

રિલાયન્સ જિયો એ પોતાના આ પ્લાનમાં યુઝર્સને વધુને વધુ ડેટા મળે અને સાથે અન્ય રિચાર્જ પ્લાનની જેમ ફ્રી કોલિંગ, એસએમએસ બીજા ઘણા બધા ફાયદાઓ તો છે જ, reliance jio ના આ પ્રીપેડ પ્લાન્ટ ની કિંમત 749 રૂપિયા છે.

Reliance jio ના આ ધમાકેદાર પ્રિપેડ પ્લાનની કિંમત 749 રૂપિયા છે. આ રિચાર્જ પ્લાન ની વેલીડીટી 90 દિવસની છે. એકવાર રિચાર્જ કર્યા પછી તમારે ત્રણ મહિના રિચાર્જ કરવાની ઝંઝટ રહેશે નહીં.

આ પ્લાનમાં મળશે 200GB ડેટા

આ રિચાર્જ પ્લાન કંપનીએ ડેટા ના વધુ જરૂરિયાત વાળા યુઝર્સ માટે એડ કર્યો છે. આ રિચાર્જ પ્લાનમાં 90 દિવસ ની વેલીડીટી અને દરરોજ 2GB Internet data આપવામાં આવી રહ્યો છે. જે કુલ 180GB Data થાય છે અને 20GB Extra Data આપવામાં આવી રહ્યો છે. આમ બંને મળીને 200GB ઇન્ટરનેટ ડેટા આ પ્લાનમાં મળી રહ્યો છે.

રિલાયન્સ જિયો આપી રહ્યું છે free 5g Internet ડેટા

Reliance jio એ 5g લોન્ચ કર્યા પછી મોટાભાગના રિચાર્જ પ્લાન્ટમાં Unlimited 5G data આપી રહ્યું છે. જો તમારા વિસ્તારમાં પણ 5g નું નેટવર્ક અવેલેબલ હોય તો તમે પણ અનલિમિટેડ ફાઈવજી નો લાભ લઈ શકો છો. આ સાથે રિલાયન્સ જિયો આ રિચાર્જ પ્લાનમાં 90 દિવસ સુધી Jio Cinemaનું સબ્સક્રિપ્શન પણ ફ્રી માં આપી રહી છે.

Leave a Comment