Post Office Scheme: ભારત એક ખેતીપ્રધાન દેશ છે. અહી 70 ટકા વર્ગ ખેતી પર નભે છે. ભણેલ લોકો તો આજે જાગૃત હોવાથી વિવિધ સ્કીમોમાં રોકાણ કરીને ખાસ્સું એવું વળતર મેળવે છે ત્યારે અભણ કે ઓછું ભણેલા લોકો માટે વિશ્વાસુ રોકાણ માટેની જગ્યા એટલે પોસ્ટ ઓફિસ જ હોય છે. ભારતીય પોસ્ટ સેવા અંતર્ગત વિવિધ યોજનાઓ ચાલતી હોય છે. આવી જ એક ખાસ યોજના છે પોસ્ટ ઓફિસની જે અધધ 80,000 જેટલું રિટર્ન આપે છે. પાછું મહત્વનુ એ છે કે એની ગેરેન્ટી સરકાર લે છે.
ભારતમાં લોકો પોતાની ક્ષમતા મુજબ શેર બજાર, બેંક, મ્યુચ્યુઅલ ફંડ, SIP માં રોકાણ કરતાં હોય છે. સરકારી યોજનામાં જોખમ ઓછું હોવાથી લોકો વધારે સરકારી યોજનાઓમાં રોકાણ કરતાં હોય છે. મોટા ભાગે લોકો પોસ્ટ ઓફિસની વિવિધ સ્કીમોમાં રોકાણ કરવામાં રસ દાખવે છે. ત્યારે પોસ્ટ ઓફિસની એક એવી ખાસ સ્કીમ છે જે તમને આપશે 80,000 જેટલું વળતર અને એ પણ ગેરેન્ટીની સાથે.
ચાલો જાણીએ સ્કીમ વિશે
પોસ્ટ ઓફિસની ખાસ યોજનામાં એક સાથે પૈસા જમા કરાવવાની જરૂર હોતી નથી. જો કોઈને નાણાંની ભીડ હોય તો તેઓ પોતાના પગારમાંથી બચત કરીને રોકાણ કરી શકે છે. આ સ્કીમ રિકરિંગ ડિપોઝિટ હોય છે, જે વાર્ષિક 6.7 ટકા જેટલું વ્યાજ આપે છે.
સગીરના નામે ખાતું
આ યોજના જોખમમુક્ત છે જેમાં તમે દર મહિને રોકાણ કરી શકો છો. જેની કોઈ મહત્તમ મર્યાદા હોતી નથી. આ યોજનામાં સગીરનું પણ ખાતું ખોલાવી શકાય છે. જેમાં માતા-પિતાએ દસ્તાવેજની સાથે તેમના નામ પણ આપવાના હોય છે.
કેવી રીતે મળશે વળતર ?
જો આ સ્કીમ હેઠળ દર મહિને 7 હજારનું રોકાણ કરવામાં આવે તો પાંચ વર્ષમાં કુલ રોકાણ 4,20,000 રૂપિયા થશે. જ્યારે પાંચ વર્ષ પછી પાકતી મુદ્દત પૂરી થાય છે ત્યારે 79,564 રૂપિયાનું વ્યાજ મળે છે. તેથી છેલ્લે કુલ 4,99,564 રૂપિયા જેટલી રકમ મળશે. જો 5000 નું દર મહિને રોકાણ કરવામાં આવે તો એક વર્ષમાં જમા થતી રકમ રૂપિયા 60,000 થશે અને પાંચ વર્ષમાં કુલ 3 લાખ રૂપિયા જેટલી રકમ જમા થશે. ત્યારે પાંચ વર્ષ પછી 6.7 ટકાના દરે 56,830 જેટલું વ્યાજ મળે અને છેલ્લે કુલ 3,56,830 રૂપિયા જેટલી રકમ મળશે.
દર ત્રણ મહિને વ્યાજમાં ફેરફાર
સરકાર દર ત્રણ મહિને સેવિંગ સ્કીમમાં ફેરફાર કરે છે. આ સ્કીમ હેઠળ મળેલા વ્યાજ પર TDS કાપવામાં આવે છે. આ યોજનામાં મળેલા વ્યાજ પર 10 ટકા TDS કાપવામાં આવે છે.