Credit Card: ભારતમાં લોકો હવે ખૂબ જ વ્યાપક રીતે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા ક્રેડિટ કાર્ડ પર 16 નંબર કેમ હોય છે? આ નંબરના પાછળના કારણો અને તેમના મહત્વ વિશે જાણવું મહત્વપૂર્ણ છે.
ક્રેડિટ કાર્ડ પરના 16 નંબર: કેવી રીતે અને કેમ?
ક્રેડિટ કાર્ડના આગળના ભાગમાં 16 નંબર હોય છે, જ્યારે કાર્ડની પછળની બાજુ CVV કોડ અને એક્સપાયરી ડેટ લખેલી હોય છે. જો તમારે કોઈ ડિઝિટલ વ્યવહાર કરવો હોય તો તમારે કાર્ડ નંબર CVV કોડ અને એક્સપાયરી ડેટ ફિલ કરવી આવશ્યક છે. પછી જ તમે પેમેન્ટ કરી શકો છો. આ 16 નંબરોની રચના ખાસ કારણોને આધારે કરવામાં આવે છે.
પ્રથમ નંબર: કંપનીનો સંકેત
ક્રેડિટ કાર્ડનો પ્રથમ નંબર એ જણવે છે કે કઈ કંપની દ્વારા તે કાર્ડ ઇશ્યૂ કરવામાં આવ્યું છે:
- 4 થી શરૂ થતો નંબર: વિઝા ક્રેડિટ કાર્ડ
- 5 થી શરૂ થતો નંબર: માસ્ટરકાર્ડ
- 6 થી શરૂ થતો નંબર: રુપે કાર્ડ
પ્રથમ 6 નંબર: નાણાકીય સંસ્થા
ક્રેડિટ કાર્ડના પ્રથમ 6 નંબર એ દર્શાવે છે કે કઈ નાણાકીય સંસ્થા અથવા કઇ બેંકે તેને ઇશ્યૂ કર્યું છે. તેને ઇશ્યૂઅર આઇડેન્ટિફિકેશન નંબર (IIN) અને બેંક આઇડેન્ટિફિકેશન નંબર (BIN) કહેવામાં આવે છે.
7 થી 15 નંબર: ખાતા ની વિગતો
આ નંબર એ જ આપેલ છે કે તમારો ક્રેડિટ કાર્ડ એકાઉન્ટ નંબર શું છે. આ ખાતું બેંક અથવા નાણાકીય સંસ્થામાં છે જેણે તમારું કાર્ડ જારી કર્યું છે.
છેલ્લો 16મો નંબર: ચેક ડિજિટ
ક્રેડિટ કાર્ડનો 16મો અને છેલ્લો નંબર ચેક ડિજિટ કહેવાય છે. આ અંક એ સુનિશ્ચિત કરે છે કે સંપૂર્ણ ક્રેડિટ કાર્ડ નંબર માન્ય છે કે નહીં અને કોઈ નકલી કાર્ડ બનાવવાનું શક્ય નથી.
ક્રેડિટ કાર્ડના ઉપયોગના લાભો
ક્રેડિટ કાર્ડના ઉપયોગથી તમે રૂપિયાની તંગી વિના ખરીદી કરી શકો છો અને પછીથી ચુકવણી કરી શકો છો. તે ઈએમઆઈ પર ખરીદી માટે પણ વપરાય છે, જે તમારી નાણાકીય વ્યવસ્થાને સરળ બનાવે છે.
ક્રેડિટ કાર્ડના 16 નંબર અને તેમની રચનાને જાણવાથી તમારા માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ વધુ સુલભ અને સલામત બની શકે છે.