LPG Cylinder Price: લોકસભાની ચુંટણી વચ્ચે ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો, જાણો નવા ભાવ

LPG Cylinder Price Reduced Today: ગુજરાતમાં આગામી સાતમી મહિના રોજ લોકસભાની ચૂંટણીનું મતદાન થવાનું છે ત્યારે ચામડી લોકોને થોડી રાહત મળી છે મે મહિનાની શરૂઆતના પહેલા જ દિવસે ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થવાથી સામાન્ય જનતાને થોડી રાહત મળશે. બેચ સિલિન્ડરના ભાવમાં ઘટાડો એક મે 2024 ના રોજ કરવામાં આવ્યો છે. ઓલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. કોમર્શિયલ એલપીજી ગેસ માં 19 રૂપિયા નો ઘટાડો કરવામાં આવ્યો છે.

પાછલા મહિને ₹30 નો ઘટાડો કર્યો હતો

દર મહિનાના શરૂઆતના દિવસોમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કે ઘટાડો કરવામાં આવતો હોય છે. આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે ગયા મહિને કોમર્શિયલ એલપીજી ગેસના ભાવમાં 30.5 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે મે મહિનાની શરૂઆતમાં ફરી કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં 19 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

એલપીજી ગેસ સિલિન્ડર ના નવા ભાવ?

મીડિયા રિપોર્ટ અનુસાર દેશની રાજધાની દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી કે સિલિન્ડરની કિંમતમાં ૧૯ રૂપિયા નો ઘટાડો કરવામાં આવ્યો છે જેથી હવે દિલ્હીમાં 1745.5 રૂપિયા પ્રતિ સિલિન્ડના ભાવ પર મળશે. એપ્રિલ મહિનામાં આ ગેસ સિલિન્ડર ની કિંમત 1764.5 રૂપિયા હતી. જ્યારે મુંબઈમાં એપ્રિલ મહિનામાં કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર નો ભાવ ₹1717.5 હતો. અને હવે તે ચાલુ મહિનામાં ₹1698.5 થઈ ગયો છે. કોલકાતામાં કોમર્શિયલ એલપીજી ગેસ નો ભાવ એપ્રિલ મહિનામાં રૂપિયા 1879 હતો તે ચાલુ મહિનામાં 1859માં મળશે. ચેન્નઈમાં એપ્રિલ મહિનામાં 1930 રૂપિયામાં પ્રતિ સિલિન્ડર ભાવ હતો જે હવે 1911 રૂપિયા થઈ ગયો છે.

શું દર મહિને બદલાય છે ભાવ?

તમને કદાચ ખબર ના હોય તો અમે તમને જણાવી દઈએ કે ઓલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની શરૂઆતમાં કોમર્શિયલ અને ડોમેસ્ટિક ગેસ સિલિન્ડરની કિંમતમાં સુધારા વધારા કરવામાં આવતા હોય છે. જે મહિનાના પહેલા દિવસે આ ફેરફારો અને નવી કિંમતો લાગુ કરવામાં આવે છે.

ઘણા બધા કારણોને કારણે ગેસ સિલિન્ડરના ભાવમાં થાય છે ફેરફાર

મહિનાની શરૂઆતની તારીખોમાં ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો અથવા ઘટાડો થતો હોય છે જ્યારે કેટલીક વાર કિંમતો માં કોઈ જ ફેરફાર થતો નથી. ગેસ સિલિન્ડર ના ભાવમાં ઘટાડો થવા માટે ઘણા બધા કારણો જવાબદાર હોય છે. જેમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ગ્રુપ ઓઇલના ભાવમાં ફેરફારો થવા, માર્કેટમાં માંગ અને પુરવઠાની ગતિશીલતાને આધારે, ટેક્સના નિયમોમાં ફેરફારને કારણે સિલિન્ડરના ભાવમાં વધારો કે ઘટાડો થતો હોય છે. આ સિવાય અલગ અલગ રાજ્યમાં અલગ અલગ ટેક્સ હોવાને કારણે પણ ડેથ સિલિન્ડરના ભાવ અલગ અલગ રાજ્યમાં અલગ અલગ હોય છે.

Leave a Comment