Breaking News: રાજ્યમાં 30 મામલતદારની બદલીના આદેશ જારી, જાણો કયા જિલ્લામાં કોની નિમણૂક થઇ

mamlatdar transfer: ગુજરાત રાજ્યના જુદા જુદા તાલુકા અને કચેરીઓમાં ફરજ બજાવતા 30 મામલતદારોની બદલીના આદેશ કરાયા છે. આ બદલીના આદેશ રાજ્ય સરકારે જાહેર કર્યા છે. ખેડા, દેવભૂમિ દ્વારકા, દાહોદ, મોરબી, રાજકોટ, અને વડોદરા સહિતના ઘણા જિલ્લાના મામલતદારોની બદલી કરવામાં આવી છે.

mamlatdar transfer order List

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે અઠવાડિયા પહેલા ખેડા મામલતદાર કચેરીની ઓચિંતી મુલાકાત કરી હતી. ત્યાર બાદ, શુક્રવારે જિલ્લા સમાહર્તા અમિત પ્રકાશ યાદવે મહુધા મામલતદાર કચેરીની ઓચિંતી મુલાકાત લીધી હતી.

આ ઓચિંતી મુલાકાત બાદ, રવિવારે, જિલ્લાના 80 નાયબ મામલતદારોની આંતરિક બદલી કરાઈ છે. આમાં મહેસુલ, પુરવઠા, અને ઇ-ધરા વિભાગના નાયબ મામલતદારનો સમાવેશ થાય છે.

આમ, લોકસભાની ચૂંટણીમાં જોડાયેલા નાયબ મામલતદાર સિવાયના તમામ નાયબ મામલતદારોને કલેકટર દ્વારા તાત્કાલિક નવા સ્થળે હાજર થવા સૂચવવામાં આવ્યા છે.

Leave a Comment