Mumbai Pune Expressway પર ITMSથી એક વર્ષમાં 27 લાખથી વધુ ઈ-ચલણ જારી, ઓવરસ્પીડિંગમાં કાર ચાલકો સૌથી આગળ.

Mumbai Pune Expressway : મહારાષ્ટ્રના મુંબઈ-પુણે એક્સપ્રેસવે પરથી પસાર થતા વાહનચાલકો માટે મોટી ચેતવણી સામે આવી છે. જો તમે ઓવરસ્પીડમાં કાર અથવા અન્ય વાહન ચલાવશો તો હવે ભારે દંડથી બચવું મુશ્કેલ બનશે.

પરિવહન વિભાગના આંકડાઓ મુજબ, 95 કિમી લાંબા આ એક્સપ્રેસવે પર overspeeding સૌથી મોટી સમસ્યા બની છે. છેલ્લા એક વર્ષમાં ITMS (Intelligent Traffic Management System) દ્વારા કુલ 27.76 લાખ ઈ-ચલણ જારી કરવામાં આવ્યા છે.

ઓવરસ્પીડિંગના કેસમાં કારો માટે 17.20 લાખ ઈ-ચલણ, ટ્રક માટે 3.27 લાખ, બસો માટે 2.48 લાખ, ટેક્સીઓ માટે 2 લાખ અને હળવા માલવાહક વાહનો માટે 1.2 લાખ ચલણ જાહેર થયા છે.

Mumbai Pune Expressway ITMS કેવી રીતે કામ કરે છે?

ITMSમાં AI આધારિત હાઇ-રિઝોલ્યુશન કેમેરા, સ્પીડ ડિટેક્શન સિસ્ટમ, ANPR (Automatic Number Plate Recognition), વેઇટ-ઇન-મોશન સેન્સર અને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનો સમાવેશ થાય છે. ઉલ્લંઘન થતા જ સિસ્ટમ રેકોર્ડ કરે છે, સ્ટાફ તેની તપાસ કરે છે અને બાદમાં RTO અધિકારી ચલણ મંજૂર કરે છે.

ખાસ કરીને Khandala Ghat વિસ્તારમાં ઓવરસ્પીડિંગના કેસ સૌથી વધુ છે. અહીં કાર માટે ગતિ મર્યાદા 60 કિમી/કલાક અને ટ્રક માટે 40 કિમી/કલાક રાખવામાં આવી છે. પરિવહનકારો આ મર્યાદા વધારવાની માંગ કરી રહ્યા છે.