NEET PG પરીક્ષાની નવી તારીખ જાહેર, બે શિફ્ટમાં લેવાશે એક્ઝામ

નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સ (NBEMS) એ NEET PGની નવી પરીક્ષા તારીખ જાહેર કરી છે. હવે આ પરીક્ષા 11 ઓગસ્ટ 2024ના રોજ બે શિફ્ટમાં લેવામાં આવશે. SOP અને પ્રોટોકોલની સમીક્ષા કર્યા બાદ આ નવી તારીખ જાહેર કરવામાં આવી છે.

પરીક્ષા અંગે વધુ વિગતો ટૂંક સમયમાં બોર્ડની સત્તાવાર વેબસાઇટ natboard.edu.in પર આપવામાં આવશે. જે ઉમેદવારોએ NEET PG માટે અરજી કરી હતી અને 23 જૂને પરીક્ષા આપવાની હતી, તેઓને નવી તારીખની જાણકારી NBEMSની વેબસાઇટ પરથી મેળવી શકાય છે.

NEET PG 23 જૂને યોજાવાની હતી, પરંતુ NEET UG અને UGC NET પેપર લીક વિવાદ વચ્ચે આ પરીક્ષા 22 જૂને 12 કલાક પહેલાં મુલતવી રાખવામાં આવી હતી. NBEMSના પ્રમુખ અભિજાત શેઠે કહ્યું હતું કે, “NEET PGની અખંડિતતા પર ક્યારેય કોઈ શંકા નહોતી. છેલ્લા સાત વર્ષથી અમે તેને સફળતાપૂર્વક સંચાલન કર્યું છે.”

તેમણે ઉમેર્યું કે, તાજેતરની ઘટનાઓને કારણે વિદ્યાર્થીઓમાં ચિંતા વધી હતી અને તેનો જવાબ આપતા સરકારે પરીક્ષાની સુરક્ષા અને પવિત્રતા જાળવવાની ખાતરી કરી છે. SOP અને પ્રોટોકોલની સમીક્ષા કર્યા બાદ NEET PGની નવી તારીખ જાહેર કરવામાં આવી છે.

અમારા વાંચકોને અપીલ છે કે તેઓ સત્તાવાર વેબસાઇટ પર સમયાંતરે મુલાકાત લેતા રહે અને નવી માહિતી મેળવી લે.

Official Notification PDF

Leave a Comment