Driving License: હવે RTO ની ઝંઝટમાંથી છુટકારો, નવું ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવું બન્યું સરળ, 1 જૂનથી થશે લાગુ, સરકારની જનતાને સૌથી મોટી બક્ષિસ

1 જૂનથી દેશભરમાં નવા નિયમો લાગુ થશે. પરિવહનના નવા નિયમો અંતર્ગત લાયસન્સ વગર વાહન ચલાવવું એ કાયદેસર ગુનાને પાત્ર બને છે અને એ માટે ભારે ભરખમ દંડ પણ ભરવો પડે તેવું બને. નવા નિયમો મુજબ હવે જો તમને નવું લાયસન્સ જોઇએ છે તો તમારે RTO ના ચક્કર લગાવવા નહીં પડે. એટલું જ નહીં તમે ટેસ્ટ આપ્યા વિના લાયસન્સ મેળવી શકશો. તો ચાલો જાણીએ કે નવા નિયમોમાં કેવા ફેરફાર હશે.

મોટાભાગે લોકો નિયમોનો ભંગ કરીને વગર લાયસન્સે જ ડ્રાઈવ કરતાં હોય છે પરંતુ આ સ્થિતિમાં જો કોઈ લાયસન્સ મેળવવા માગે છે તો એના માટે સારા સમાચાર છે. 1 જૂનથી નવા પરિવહનના નિયમો લાગુ થશે ત્યારબાદ લાયસન્સ મેળવવું ઇઝી થઈ જશે. હાઇવે મંત્રાલયે નિયમોમાં મોટા ફેરફાર કર્યા છે. જેનાથી હવે આ પ્રક્રિયા અત્યંત સરળ બનવા જઈ રહી છે. હવે ટેસ્ટ આપ્યા વગર લાયસન્સ આપવામાં આવશે.

1 જૂનથી નિયમોમાં આ ફેરફાર

લાયસન્સ માટે આરટીઓ ખાતે ટેસ્ટ લેવાની જવાબદારી પર પૂર્ણવિરામ મૂકવામાં આવશે. હવે લોકો પાસે નજીકના કેન્દ્ર પર ટેસ્ટ આપવાનો ઓપ્શન રહેશે. સરકાર દ્વારા ખાનગી સંસ્થાઓને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે અધિકૃત પ્રમાણપત્ર આપવામાં આવશે. જો હવે કોઈ વાહનચાલક વગર લાયસન્સે ડ્રાઈવ કરતાં પકડાશે તો તેમણે 1000 નહીં પરંતુ 2000 નો દંડ ફટકારવામાં આવશે. જો કોઈ સગીર વાહન ચલાવતો જોવા મળશે તો તેને 25,000 રૂપિયાનો દંડ ફટકારશે.

લાયસન્સ માટે અરજી પ્રક્રિયામાં કોઈ ફેરફાર થશે?

ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે જરૂરી ડોક્યુમેન્ટને સરળ કરી દેવામાં આવશે પરંતુ લાયસન્સ માટેની અરજી પ્રક્રિયા એ જ રહેશે. લોકો ઓફિશિયલ વેબસાઇટ પર જઈને વધુ માહિતી મેળવી શકે છે.

ખાનગી ડ્રાઇવિંગ સ્કૂલ ખોલવાના શું છે નિયમો?

ડ્રાઇવિંગ સ્કૂલ માટે ઓછામાં ઓછી 1 એકર જમીન હોવી જોઈએ. ડ્રાઇવિંગ શીખવનાર પાસે ઓછામાં ઓછો 5 વર્ષનો ડ્રાઇવિંગનો અનુભવ હોવો જરૂરી છે.

તાલીમ માટેનો કેવો હોય છે સમયગાળો?

હલ્કા મોટર વ્હીકલ માટેની તાલીમનો સમયગાળો 4 અઠવાડિયાના 29 કલાક, થિયરીના 8 કલાક અને પ્રેક્ટિકલના 21 કલાકનો હોય છે. આ ઉપરાંત ભારે મોટર વ્હીકલ માટે 6 અઠવાડિયામાં 38 કલાક, 8 કલાકની થિયરી અને 31 કલાક પ્રેક્ટિકલ માટેનો હોય છે

Leave a Comment