IRCTC STALL: રેલ્વે સ્ટેશન પર આ રીતે ખોલો સ્ટોલ, જાણો કેટલું ભાડું અને કેટલી થશે ઇન્કમ

Railway Station Shop Tender : આજકાલ શું બિઝનેશ કરવો એ નહીં પણ બિઝનેશ કરીને નફો કેમ મેળવવો એના પર વધારે ધ્યાન અપાય છે. વાસ્તવમાં બિઝનેશના મોડેલ પરથી આવકનો સ્ત્રોત નક્કી થતો હોય છે. ત્યારે અમે એક એવો જ બિઝનેશ આઇડિયા લઈને આવ્યા છીએ તમારી માટે. તમે જો ફૂડ બિઝનેશમાં રસ ધરાવતા હોવ તો આ આર્ટીકલ તમારા માટે જ છે. રેલ્વે સ્ટેશન એક એવું પ્લેટફોર્મ છે જ્યાં ક્યારેય ભીડ ઓછી હોતી નથી. આ સ્થળ પર કમાણી વધુ કરી શકાય તેવો સ્ત્રોત છે. જો તમે પણ રેલ્વે સ્ટેશન પર સ્ટોલ ખોલવા માગતા હોવ તો આર્ટીકલને છેલ્લે સુધી વાંચજો. તમે ફૂડ સિવાય મોબાઈલ, રમકડાં કે જરૂરી સામાનનો સ્ટોલ પણ ત્યાં કરી શકો છો. ચાલો જાણીએ સમગ્ર વિગત.

રેલ્વે સ્ટેશન પર સ્ટોલ ખોલવા માટે તમારે શું કરવું જોઈએ, કેટલુ ભાડું હોય છે? કેવી રીતે ભાડું ચૂકવવું પડશે? શું પ્રોસેસ હોય છે? તેમજ ક્યાં રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે, જાણો આ સમગ્ર વિગતો. ભારતની રેલ્વે સેવા 13 હજારથી વધુ પેસેન્જર ટ્રેન દોડાવે છે. દેશમાં અંદાજિત 7,349 રેલ્વે સ્ટેશન આવેલા છે. જેમાં દરરોજ 2 કરોડ કે તેથી વધુ પેસેન્જરો મુસાફરી કરતાં હોય છે. ત્યારે તમે પણ આ હજારો મુસાફરો પાસેથી લાખો રૂપિયાની આવક મેળવી શકો છો. જાણો, કેવી રીતે?

સ્ટોલ કેવી રીતે કરશો ઓપન?

રેલ્વે સ્ટેશન પર ચા- કોફી અથવા ફૂડ સ્ટોલ કે બુક સ્ટોલ જેવી દુકાન તમે ખોલી શકો છો. માત્ર ચા નાસ્તો વેંચીને જ સારી એવી કમાણી થઈ શકે છે. આ માટે તમારે ચોક્કસ પ્રક્રિયા કરવી પડશે. સામાની રીતે રેલ્વે વિભાગ દ્વારા સમયાંતરે ટેન્ડર બહાર પાડવામાં આવતું હોય છે. હવે તો આધુનિક સ્ટેશનો પર એરપોર્ટ જેઈ સુવિધાઓ રેલ્વે દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે. ત્યારે તેમ ટેન્ડર ભરીને સ્ટોલ મેળવી શકો છો. સ્ટેશન પર દુકાન ખોલવા માટે IRCTC ના પોર્ટલની મુલાકાત લઈ શકો છો. દુકાનની યોગ્યતાના આધારે તમે ટેન્ડર ભરી શકો છો. જે માટે તમારે 40 હજારથી લઈને 3 લાખ રૂપિયા જમા કરાવવા પડી શકે છે. ટેન્ડરની ફી દુકાન પર નિર્ભર કરે છે. તે દુકાનના સ્થાન કે કદના આધાર પર બદલી શકે છે.

Leave a Comment