Pradhan Mantri Krishi Sinchai Yojana હેઠળ ખેડૂતોને સિંચાઈ ને લગતા સાધનો ખરીદવા માટે મળશે સબસીડી

નમસ્કાર મિત્રો, આજે આપણે આ લેખમાં સરકારની ખેડૂતલક્ષી યોજનાઓમાં ની એક પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના વિશે વિસ્તૃતમાં માહિતી મેળવી શું આ યોજનાની જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા 2015માં કરવામાં આવી હતી. Pradhan Mantri Krishi Sinchayee Yojana (PMKSY) નો મુખ્ય ઉદ્દેશ્ય યોજના ના નામ પ્રમાણે ખેડૂતોને સિંચાઈની સહાય પૂરી પાડવાનો છે. તો ચાલો સમજીએ આ યોજના શું છે? આ યોજનાનો લાભ કોને મળે? યોજના નો લાભ મેળવવા માટે કયા કયા માપદંડો છે? તેની વિગતવાર માહિતી નીચે આપેલ છે.

Pradhan Mantri Krishi Sinchai Yojana

પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળ ખેડૂતોને સિંચાઈમાં જરૂરી સાધન સામગ્રી જેવી કે ડ્રીપ ઈરીગેશન તરત સ્પ્રિન્કલર જેવી તમામ પ્રકારની સિંચાઈને લગતી વસ્તુઓ ખરીદવા માટે સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજનાનો બીજો એ પણ ઉદેશ્ય છે કે જે ખેડૂતો પાસે ઓછા પાણીની વ્યવસ્થા હોય તેઓ ડ્રિટના માધ્યમથી ખેતરમાં વાવેલ છોડને જરૂરિયાત હોય તેટલું જ પાણી આપી શકાય છે અને પાણીના બગાડને ઓછો કરી શકાય છે. અને ઉત્પાદનમાં પણ વધારો થાય છે.

Pradhan Mantri Krishi Sinchai Yojana Eligibility Criteria

જે ખેડૂતો પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના નો લાભ મેળવવા ઈચ્છતા હોય તેવા તમામ ખેડૂતોએ નીચે જણાવેલ ક્રાઈટેરિયા પૂરા કરતા હોવા જોઈએ.

  • અરજી કરતો ખેડૂત ભારતનો નાગરિક હોવો જરૂરી છે.
  • કોઈપણ વર્ગના ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે છે.
  • આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત પાસે ખેતીલાયક જમીન હોવી જરૂરી છે.
  • આ યોજનામાં સાત વર્ષથી વધુ સમય થી વાવેતર કરી રહે ભાડા પેટે ની જમીન માં પણ આ યોજનાનો લાભ મેળવી શકો છો.
  • સ્વ-સહાય સંસ્થાઓ, ટ્રસ્ટ સહકારી મંડળીઓ અને ઉત્પાદક ખેડૂત જૂથોના સભ્યો નોંધણી કરીને આ યોજનાનો ભાગ લઈ શકે છે.

Pradhan Mantri Krishi Sinchai Yojana : જરૂરી ડોક્યુમેન્ટ

  • આધાર કાર્ડ
  • એડ્રેસ પ્રુફ
  • જમીન ને લગતા ડોક્યુમેન્ટ
  • જમીને નો નકશો
  • બેંક એકાઉન્ટ પાસબુક ની ઝેરોક્ષ
  • પાસપોર્ટ સાઇઝ નો ફોટો
  • મોબાઈલ નંબર

પ્રધાનમંત્રી સિંચાઈ યોજનામાં કયા કયા સાધનો માટે સબસીડી મળે છે?

પ્રધાનમંત્રી સિંચાઈ યોજના હેઠળ અલગ અલગ પ્રકારની સિંચાઈને લગતી સામગ્રીઓ ખરીદવા માટે સરકાર દ્વારા સબસીડીના રૂપમાં આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. સ્પિનકલર એટલે કે ફુવારા ને લગતા સાધનો, પાઇપ લાઇન, ડ્રીપ ઈરીગેશન સિસ્ટમ, મોટર પંપ અને ડીઝલ મોટર મશીન જેવા સાધનો ખરીદવા માટે ખેડૂતોને સરકાર દ્વારા સબસીડી આપવામાં આવે છે. અહીં એ જાણવું કે બધા રાજ્યમાં અલગ અલગ ટકાવારીના પ્રમાણમાં સબસીડી આપવામાં આવે છે.

Pradhan Mantri Krishi Sinchai Yojana : અરજી કેવી રીતે કરવી?

આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂત મિત્રોએ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ પોર્ટલમાં ઓનલાઈન ફોર્મ સબમીટ કરવાનું રહેશે. અરજી પ્રક્રિયા ઓનલાઇન જ રહેશે.

પ્રધાનમંત્રી સ્વીચાય યોજના નો લાભ લેવા માટે સૌપ્રથમ કોઈ પણ બ્રાઉઝર પર જઈ pmksy.gov.in સર્ચ કરવાનું રહેશે. વેબસાઈટ ઓપન થયા પછી રજીસ્ટ્રેશન પ્રોસેસ શરૂ કરવાની રહેશે. રજીસ્ટ્રેશન દરમિયાન જરૂરી વિગત ભરો અને જણાવેલ તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરો.

તો મિત્રો આશા રાખીએ કે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના નો આલેખ વાંચી યોજના વિશે તમામ માહિતી મળી ગઈ હશે અને યોજનાનો લાભ લેવા માટે પાત્ર માપદંડો, જરૂરી ડોક્યુમેન્ટ અને અરજી પ્રક્રિયા વિશે માહિતી મેળવી છતાં પણ તમને આ યોજના રીલેટેડ કોઈપણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નોમાં અચૂકથી જવાબ આપીશું.

Leave a Comment