હાથરસ, ઉત્તર પ્રદેશ: હાથરસ જિલ્લાના ફુલરાઈ ગામમાં ધાર્મિક મેળાવડામાં નાસભાગ સર્જાતા 100થી વધુ લોકોના મોત થયા અને 200થી વધુ લોકો ઘાયલ થયા. આ દુર્ઘટના નારાયણ સાકાર હરિ ઉર્ફે ભોલે બાબાના સત્સંગના સમાપન સમયે બની હતી.
મુખ્યમંત્રીના આદેશ
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નાસભાગની માહિતી મળતા જ અધિકારીઓને ઘટના સ્થળે પહોંચવા અને રાહત કાર્ય હાથ ધરવા આદેશ આપ્યો છે.
ભોલે બાબા કોણ છે?
ભોલે બાબાનું વાસ્તવિક નામ નારાયણ સાકર હરિ છે. તેઓ ઉત્તર પ્રદેશના એટા જિલ્લામાં પટિયાલી તહસીલના ગામ બહાદુરના રહેવાસી છે. તેઓ ઇન્ટેલિજન્સ બ્યુરો (IB)ના પૂર્વ કર્મચારી હોવાનો દાવો કરે છે. 26 વર્ષ પહેલા, તેમણે સરકારી નોકરી છોડી ધર્મ ઉપદેશ આપવાનું શરૂ કર્યું. ભોલે બાબાના લાખો અનુયાયીઓ પશ્ચિમી ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી અને દેશના અન્ય ભાગોમાં છે.
ભોલે બાબાના કાર્યક્રમો
દર મંગળવારે, અલીગઢ અને હાથરસ જિલ્લાના લોકો માટે ભોલે બાબાના ઉપદેશ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. તેમાં હજારો લોકો ભાગ લે છે.
ઘટનાની વિગત
આ ઘટના ફુલરાઈ ગામમાં આયોજિત સત્સંગ દરમિયાન થઈ હતી. માનવ મંગલ મિલન સમાગમ સમિતિ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં 50,000 થી વધુ લોકો એકઠા થયા હતા. વહીવટીતંત્ર દ્વારા મંજૂરથી વધુ લોકોના આવવાથી નાસભાગ મચી હતી.
જાણકારી
એએસએસપી રાજેશ કુમાર સિંહે જણાવ્યું કે નાસભાગ ફુલરાઈ ગામમાં આયોજિત સત્સંગમાં થઈ હતી. સિકંદરરૌ પોલીસ સ્ટેશનના એસએચઓ આશિષ કુમારે જણાવ્યું કે ભીડને કારણે નાસભાગ સર્જાઈ હતી.
મૃત્યુઆંક વધવાની આશંકા છે, અને ઘણા ઘાયલ લોકોની સ્થિતિ ગંભીર છે.