RMC Recruitment 2024: ANM/FHW નો કોર્સ કરેલ મહિલા ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક છે. નેશનલ હેલ્થ મિશન અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય શાખામાં ફિમેલ હેલ્થ વર્કર ની જગ્યા ભરવા માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. લાયક ઉમેદવારો 10 જુલાઈ 2024 સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ ભરતી વિશે વિગતવાર માહિતી નીચે જણાવેલ છે.
RMC FHW Recruitment 2024
| સંસ્થા | રાજકોટ મહાનગરપાલિકા |
| શાખા | આરોગ્ય વિભાગ |
| પ્રોગ્રામ | નેશનલ હેલ્થ મિશન અંતર્ગત (RBSK) |
| કુલ જગ્યા | 4 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 10/07/2024 |
| સત્તાવાર વેબસાઈટ | arogyasathi.gujarat.gov.in & rmc.gov.in |
RMC FHW Recruitment 2024: શૈક્ષણિક લાયકાત
રાજકોટ મહાનગર પાલિકાની આ ભરતીમાં વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેર કરેલી છે. જેમાં ફિમેલ હેલ્થ વર્કર ની જગ્યા માટે ઉમેદવારે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થા માંથી FHW અથવા ANM નો કોર્સ કરેલો હોવો જોઈએ. અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલ માં રજીસ્ટર હોવું જોઈએ. ઉમેદવાર પાસે બેઝિક કમ્પ્યુટર જ્ઞાનનો સર્ટિફિકેટ હોવું જરૂરી છે.
RMC FHW Recruitment 2024: વય મર્યાદા
આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
RMC FHW Recruitment 2024: પગાર
રાજકોટ મહાનગરપાલિકાની આ ભરતીમાં ફિમેલ હેલ્થ વર્કરની પોસ્ટ માટે સિલેક્ટ થયેલ ઉમેદવારને રૂપિયા 15,000 પગાર ચૂકવવામાં આવશે.