મીડ ડે મિલ પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અને તાલુકા MDM સુપરવાઇઝરની ભરતી

government job: મિડ ડે મીલ (MDM) પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અને તાલુકા મીડ ડે મીલ સુપરવાઇઝરની ખાલી જગ્યાઓ ભરવા માટે અરજીઓ મંગાવવામાં આવી રહી છે. આ ભરતીમાં કુલ પાંચ જગ્યાઓ છે.

નોકરીની તક શોધી રહેલ યુવાનો માટે એક સારા સમાચાર છે. મિડ ડે મીલ પ્રોજેક્ટ અંતર્ગત વલસાડ જિલ્લામાં જિલ્લા પ્રોજેક્ટ ઓર્ડર અને તાલુકા મીડ ડે મીલ (MDM) સુપરવાઇઝર ની ભરતી 2024 માટે અરજીઓ મંગાવવામાં આવેલ છે. જે યુવાનો આ નોકરી કરવા ઈચ્છતા હોય અને સાથે લાયકાત પણ ધરાવતા હોય તો ઉમેદવારે છેલ્લી તારીખ પહેલા અરજી કરવા ભલામણ કરવામાં આવે છે.

મીડ ડે મીલ વલસાડ દ્વારા જાહેર કરવામાં આવેલ ભરતી નોટિફિકેશન માં જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડીનેટર અને તાલુકા મીટ ડે મીલ સુપરવાઇઝર ની જગ્યા માટે અરજીઓ મંગાવવામાં આવી રહી છે. આ ભરતી અભિયાનમાં જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડીનેટર ની 1 જગ્યા છે અને તાલુકા MDM સુપરવાઇઝરની 4 જગ્યા છે. આમ આ ભરતી નોટિફિકેશનમાં કુલ પાંચ જગ્યા માટે અરજી મંગાવવામાં આવેલ છે. આ ભરતીમાં અરજી કરવા માંગતા ઉમેદવારો ઓફલાઈન અરજી કરી શકે છે. અહીં અરજી કરવાની છેલ્લી તારીખ 18 નવેમ્બર 2024 એટલે કે આવતીકાલ એ અરજી કરવાનો છેલ્લો દિવસ છે. અરજી કરતાં પહેલાં નીચે જણાવેલી વિગતો ધ્યાન પૂર્વક વાંચો.

MDM જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર ભરતી 2024

જગ્યાનું નામજિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર
કુલ જગ્યા1
શૈક્ષણિક લાયકાત– માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી માંથી 50% સાથે ગ્રેજ્યુએશન કોમ્પ્લિટ કરેલું હોવું જોઈએ.
– CCC ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ.
– MCA ડિગ્રી ધરાવતા ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે.

તાલુકા મીડ ડે મીલ સુપરવાઇઝર ભરતી 2024

જગ્યાનું નામતાલુકા મીડ ડે મીલ સુપરવાઇઝર
કુલ જગ્યા4
શૈક્ષણિક લાયકાત– હોમ સાયન્સ/ ફૂડ એન્ડ ન્યુટ્રીશન/બેચલર ઓફ સાયન્સમાં ગ્રેજ્યુએશન
– બેઝિક કમ્પ્યુટરના હોવું આવશ્યક છે.

ઉંમર મર્યાદા

આ ભરતીમાં જણાવેલ પોસ્ટ માટે અરજી કરતાં ઉમેદવારોની ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને 58 વર્ષથી વધુ ન હોવી જોઈએ. ઉમર અંગે અને અન્ય છૂટછાટ માટે ઓફિસિયલ નોટિફિકેશન માં ઉલ્લેખ કરવામાં આવેલ છે.

પગાર ધોરણ

જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર₹25,000/-
તાલુકા MDM સુપરવાઈઝર₹15,000/-

સિલેક્શન પ્રોસેસ

અરજી કરેલ ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યા પછી ઇન્ટરવ્યૂ ના આધારે કેન્ડીડેટ નું સિલેક્શન કરવામાં આવશે.

મિડ ડે મીલ (MDM) વડોદરા ભરતી 2024 માં અરજી કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ ઓફિસિયલ નોટિફિકેશન ને વાંચો.
  • હવે જરૂરી ડોક્યુમેન્ટ ની ઝેરોક્ષ સાથે નિયત નમૂનામાં ફોર્મ ભરી નિયત સ્થળે મોકલો.
  • ઇન્ટરવ્યૂ માટે રાહ જુઓ અને વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટ ની મુલાકાત લો.

અગત્યની સૂચના

ઉમેદવારે અરજી કરતાં પહેલાં સત્તાવાર નોટિફિકેશન ને ધ્યાનપૂર્વક વાંચી લાયકાત, ઉમે મર્યાદા અને છૂટછાટ ને લગતી તમામ માહિતી અને અન્ય શરતો ની માહિતી સત્તાવાર વેબસાઈટ પર અવશ્ય ચેક કરી લેવી.

અહીં ખાસ નોંધવું કે આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 18 નવેમ્બર 2024 છે.

Official Notification PDFClick Here
HomeClick Here
Follow On Google NewsClick Here
Join WhatsAppClick Here
Join TelegramClick Here

Leave a Comment