Revised Income Tax Bill 2025: લોકસભામાંથી પાસ થયેલ નવા ઇન્કમટેક્સ બિલથી કરોડો કરદાતાઓને સીધી અસર થશે, દંડની રકમ પણ ઓછી થશે.

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે લોકસભામાં રજૂ કરેલું Revised Income Tax Bill 2025 પાસ થઈ ગયું છે. હવે આ બિલ રાષ્ટ્રપતિ સમક્ષ મંજૂરી માટે મોકલાશે અને રાષ્ટ્રપતિની સહી બાદ કાયદા રૂપે લાગુ થશે.

આ બિલ 1961ના આવકવેરા કાયદાને સરળ બનાવવા, દંડમાં ઘટાડો કરવા અને સ્પષ્ટતા લાવવા માટે તૈયાર કરાયું છે. શુક્રવારે (7 ઑગસ્ટ) લોકસભામાં રજૂ કરાયેલ બિલ તે વખતે પરત ખેંચવું પડ્યું હતું, પરંતુ સિલેક્ટ કમિટીના સૂચનો બાદ તેમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે.

Revised Income Tax Bill 2025માં 285 સુધારા

ભાજપના નેતા બૈજયંત પાંડાની અધ્યક્ષતાવાળી પસંદગી સમિતીએ બિલમાં 285 સુધારા કરવાની ભલામણ કરી હતી, જેને સરકારએ સ્વીકારી લીધી છે. તેમાં આવકવેરાના નિયમોના ભંગ બદલના દંડમાં ઘટાડો અને કંપનીઓ વચ્ચે ડિવિડંડ વહેંચણી અંગેની કલમોમાં ફેરફારોનો સમાવેશ થાય છે.

કમિટીએ દર્શાવ્યું હતું કે કલમ 115બીએએ હેઠળ કંપનીઓ વચ્ચેના ડિવિડંડ પર લાગતા સ્પેશિયલ રેટ અંગેનો ઉલ્લેખ ડ્રાફ્ટ બિલમાં રહી ગયો હતો, જેને હવે સામેલ કરવામાં આવ્યો છે. આ ફેરફારો લાગુ થતાં કરોડો કરદાતાઓ પર સીધી અસર પડશે.