Bharuch News: ભરૂચમાં બેરોજગારીનું એક ચોંકાવનારી દ્રશ્ય સામે આવ્યું છે. ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર જેવા મોટા રાજ્યોની જેમ ગુજરાતના યુવાનો પણ સારી નોકરી માટે સંઘર્ષ કરી રહ્યા છે.
હોટલમાં ઇન્ટરવ્યુનું આયોજન
ઝઘડિયાની થર્મેક્સ કંપની દ્વારા અંકલેશ્વરના લોર્ડ્સ પ્લાઝા હોટલમાં ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇન્ટરવ્યુ માત્ર 10 ખાલી જગ્યાઓ માટે હતું.
હજારો યુવાનો ઇન્ટરવ્યુ આપવા પહોંચ્યા
આ 10 જગ્યાઓ માટે ઇન્ટરવ્યુ આપવા માટે હજારો યુવાનો લોર્ડ્સ પ્લાઝા હોટલ ખાતે પહોંચ્યા હતા. ઈન્ટરવ્યૂ માટેની આ ભારે ભીડને કારણે હોટેલની વ્યવસ્થા બગડી ગઈ હતી.
ભીડના દબાણથી રેલીંગ તુટી, યુવાનો નીચે પડ્યા
ભીડ એટલી વધારે હતી કે હોટેલની રેલીંગ તૂટી ગઈ અને કેટલાક યુવાનો નીચે પડી ગયા. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જે બેરોજગારીની સમસ્યાને સ્પષ્ટ રીતે દર્શાવે છે.
ગુજરાતના યુવાનો માટે સંઘર્ષ
આ ઘટના આ દેશના યુવાનોના સંઘર્ષને ઉજાગર કરે છે, જ્યાં નવયુવકોએ ઉચ્ચ ડિગ્રી હાંસલ કરી હોવા છતાં યોગ્ય નોકરી મેળવવા માટે ભારે સંઘર્ષ કરવો પડી રહ્યો છે.