Today Gold Price: વધતાં જતાં સોનાના ભાવે લોકોની નીંદર હરામ કરી નાખી છે. એમાં પણ જો લગ્નસરાની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન સોનાની સૌથી વધુ માગ રહેતી હોય છે ત્યારે અરબી GB દેશોમાં ચાલી રહેલા યુદ્ધના વંટોળને કારણે સોનાના ભાવમાં અધધ વધારો થઈ રહ્યો છે. સોનાઆ ભાવ સતત આસમાને પહોંચી રહ્યા છે. રોજબરોજ વધતાં જતાં ભાવવધારાને જોઈએ તો સોનાની કિંમત સાંભળીને માણસ બેભાન થઈ જાય એવો માહોલ સર્જાયો છે.
2024 માં સોનાના ભાવ પહોંચ્યા આકાશે
1 જાન્યુઆરી 2024ના રોજ 24 કેરેટ સોનાની કિંમત 63920 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે હતી. આવા સમયે, 17 એપ્રિલના રોજ સોનાની કિંમત 74130 રૂપિયાના રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ હતી. વર્ષની શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં લગભગ 10 હજાર થી વધુનો વધારો થઈ ચૂક્યો છે.
શું છે આજે 24 કેરેટ સોનાના ભાવ ?
1 ગ્રામ સોનાના રૂ. 7413 , 10 ગ્રામ સોનાના રૂ. 74130, 50 ગ્રામ સોનાના રૂ. 3,70,650, 100 ગ્રામ સોનાના રૂ. 7,41,300, એક તોલાના રૂ. 81,543 રૂપિયા ભાવ છે.
22 કેરેટ સોનાના આજના ભાવ
1 ગ્રામ સોનાના રૂ. 6795 , 10 ગ્રામ સોનાના રૂ. 67950, 50 ગ્રામ સોનાના રૂ. 3,39,759, 100 ગ્રામ સોનાના રૂ. 6,79,500, એક તોલાના રૂ. 74,745 રૂપિયા ભાવ છે.
80,000 રૂપિયા સુધી પહોંચી શકે છે સોનું
નિષ્ણાંતોનું માનવું છે કે, જો યુદ્ધની પરિસ્થિતી યથાવત રહેશે અને તેમાં અન્ય દેશના લોકો ભાગ લેશે, તો સોનાના ભાવમાં હજુ પણ વધારો થઈ શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે, આ સ્થિતિમાં સોનાની કિંમત અંદાજિત 80,000ના સ્તરે પણ પહોંચી શકે છે.
વર્ષ 2024માં સોનાના ભાવ સર્વોચ્ચ સપાટીએ
વર્ષ 2024માં અત્યાર સુધીમાં સોનાના ભાવમાં લગભગ 10 હજાર પ્રતિ 10 ગ્રામ સુધીનો વધારો થયો છે તેમજ ચાંદીમાં પણ પ્રતિ કિલોએ 10 હજાર જેટલો વધારો જોવા મળ્યો છે.
ભારતીય બુલિયન માર્કેટમાં સોનું અને ચાંદી સસ્તું થયું
ભારતીય બુલિયન માર્કેટમાં સોના સહિત ચાંદીના ભાવમાં ભરખમ ઘટાડો જોવા મળ્યો છે. સોનાની કિંમતમાં ઘટાડા બાદ સોનાનો ભાવ 73,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી ઓછા થઈ ચૂક્યા છે.
સોના અને ચાંદીના ભાવમાં કેટલો થયો ઘટાડો ?
વર્ષની શરૂઆતમાં એટલે કે, 1 જાન્યુઆરી 2024ના રોજ 24 કેરેટ સોનાની કિંમત 63920 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે હતી. જ્યારે આજે 17 એપ્રિલના રોજ સોનનો ભાવ 74130 રૂપિયાના રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે. વર્ષની શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં સોનાના ભાવમાં અધધ 10 હજારથી વધુનો વધારો થઈ ચૂક્યો છે.
હવે જાણીએ સિલ્વરના રેટ
એપ્રિલ મહિનાની શરૂઆતમાં ચાંદીના ભાવ રૂપિયા 78600 હતા જે આજ રોજ એટલે 17 એપ્રિલના રોજ વધીને 86500 એ પહોંચ્યા છે. જો કે, કાળની સરખામણીએ આજે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. ગઇકાલે 16 એપ્રિલ 2024 ના રોજ ચાંદીના
ભાવ 87,000 હતા.