UGC-NET અને CSIR-UGC NET પરીક્ષાઓની નવી તારીખો જાહેર

UGC-NET Exam New Dates Announced: આ વખતે UGC-NET અને CSIR-UGC NET પરીક્ષાઓ ઓનલાઈન મોડમાં યોજાશે. પહેલાં આ પરીક્ષાઓ ઓફલાઈન પેપર પર લેવાતી.

નવી પરીક્ષા તારીખો

પરીક્ષાતારીખ
UGC-NET21 ઑગસ્ટથી 4 સપ્ટેમ્બર સુધી
CSIR-UGC NET25 જુલાઈથી 27 જુલાઈ સુધી
NCET10 જુલાઈએ
UGC-NET Exam New Dates

UGC-NET પરીક્ષા અગાઉ શિક્ષણ મંત્રાલયે રદ કરી હતી અને તપાસ CBIને સોંપી હતી. સરકારએ કેહું હતું કે પરીક્ષાની પવિત્રતા અને વિદ્યાર્થીઓના હિતોનું રક્ષણ કરવા માટે આ નિર્ણય લેવાયો હતો. ગેરરીતિમાં સંડોવાયેલ કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા સામે કડક પગલા લેવામાં આવશે.

NEET કેસમાં CBIની કાર્યવાહી

બિહાર પોલીસને NEET પરીક્ષા અંગે ગેરરીતિઓ મળી હતી. હઝારીબાગની ઓસિસ સ્કૂલને આ કેસમાં શંકાસ્પદ માનવામાં આવી હતી. ગુરુવારે CBIએ ઓસિસ સ્કૂલના પ્રિન્સિપાલની ધરપકડ કરી હતી.

આ કાર્યવાહીથી પરીક્ષા પ્રક્રિયાને વધુ પારદર્શક અને નિષ્પક્ષ બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

Leave a Comment