ગુજરાતના લોકો માટે રાહત ના સમાચાર, પવનની દિશા બદલાતા ગરમીમાં થશે રાહત. હવામાન વિભાગે રાજ્યના આગામી ૭ દિવસના વાતાવરણ અંગે આગાહી કરી છે. કહ્યું; આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રેહવાની શક્યતા છે. સાથે પવન ની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો અને ગરમી થી રાહત મળવાની આગાહી કરી છે. રાજ્યમાં દક્ષિણ પશ્ચિમથી દક્ષિણની હવા ચાલી રહી છે, જેની આ અસર છે. તેમજ ગતરોજ ગીર સોમનાથમાં હિટવેવ ની સ્તિથી જોવા મળી હતી. જ્યારે આજે ભેજવાળા ગરમ પવનના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારે અકળામણ અનુભવશે તેવી શક્યતા વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ સહિત મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રી આસપાસ રહ્યું હતું. તેમજ અમરેલીમાં ૪42 ડિગ્રી રહ્યું. હવે તેમાં ઘટાડો થતાં લોકોને ગરમી થી રાહત મળશે.
ગરમીથી બચવા આટલું કરો
ભીના કપડાનો ઉપયોગ કરવો અથવા લુ લાગી હોય તે વ્યક્તિના માથા પર પાણી રેડવું. શરીર માં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે ઓ. આર. એસ (ઓરલ રીહાઈડ્રેશન સોલ્ટ) અથવા લીંબુ સરબત જેવું ઠંડુ પ્રવાહી આપવું. ગરમીમાં બહાર નીકળવાનું થાય ત્યારે ટોપી અવશ્ય પહેરવી. આંખોને વારંવાર ઠંડા પાણીથી ધોવી. ગરમીથી બચવા દિવસમાં બે ત્રણ વાર ઠંડા પાણીથી સ્નાન કરો. બપોરના સમયે બને તો રસોઈ વેહલા કરી લેવી. રસોડામાં હવાની અવર જવર માટે બારી બારણાં ખુલ્લાં રાખવા.
આટલું ન કરો
બપોરના સમયે તડકામાં જવાનું ટાળવું. અગર ના છૂટકે બહાર જવાનું થાય તો શ્રમ પડે તેવી પ્રવૃત્તિ ટાળો. ખુલ્લાં પગે બહાર ના જવું. શરીરમાં પાણી નું પ્રમાણ ઘટાડે ટેવ પીણાં જેમકે શરાબ, cha- કોફી, સોફ્ટ ડ્રીંક લેવાનું ટાળો. પ્રોટીનનું વધુ માત્રાવાળા, મસાલેદાર, તળેલા, વધુ પડતાં મીઠા વાળા આહારને ત્યજો. આ ઉપરાંત પાર્ક કરેલા વાહનમાં પાલતુ પ્રાણી કે બાળકોને એકલા ન મોકલો. વધારે પડતી રોશની વાળા વીજળીના બલ્બનો ઉપયોગ ટાળો અને જરૂર ના હોય તો કમ્પ્યુટર કે બીજા ઉપકરણને બંધ રાખો.